KALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલની મહીલાને પતિના મિત્ર તરીકે ઓળખ આપી ગુગલ પે દ્વારા ૪૨ હજાર ઉપરાંત ની છેતરપીંડી કરનાર સામે ફરીયાદ.

 

તારીખ ૦૯/૦૭/૨૦૨૪

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ ની કૉલેજ પાસે યમુના નગર મા રહેતા સ્વીટીબેન મયંકકુમાર પટેલ દ્વારા કાલોલ પોલીસ મથકે નોંધાવેલ ફરીયાદ ની વિગતો જોતા ગત તારીખ ૨૮/૦૬/૨૪ ના રોજ તેણીના મોબાઈલ પર અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો અને તેઓના પતી મયંકભાઈના મિત્ર તરીકે ઓળખ આપી મયંકભાઈએ તમારો નંબર આપ્યો છે મારે તેઓને રૂ ૧૨,૫૦૦/ આપવાના છે મે તમારા ખાતામાં દશ હજાર નાખ્યા છે બાકીના રૂ ૨,૫૦૦/ ને બદલે રૂ ૨૫,૦૦૦ ભૂલ થી નાખી દીધા છે તમે ટેક્ષ મેસેજ જોઈ લો તેમ કહેતા મહિલાએ ફોનમા જોતા રૂ ૨૫,૦૦૦/ જમા થયાનો મેસેજ આવ્યો હતો મહિલાએ ગુગલ પે કરતા આવડતુ નથી તેમ કહેતા ઠગે હુ કહુ તેમ કરો તેમ કહી પોતે આપેલ મોબાઈલ નંબર પર વીસ હજાર ગુગલ પે કરાવ્યા ત્યારબાદ ફરીથી ફોન આવ્યો અને પોતે હોસ્પીટલ મા છે અને હોસ્પિટલ મા રૂ વીસ હજાર જમા કરવાને બદલે તમારા ખાતામાં જમા થયા છે તેમ કહી પુનઃ ટેક્ષ મેસેજ જોવા કહી વિશ્વાસ આપી પુનઃ રૂ વીસ હજાર ગુગલ પે કરાવ્યા થોડીવારમાં ફરી ફોન આવ્યો અને ફરીથી ભુલ થઈ છે તમારા ખાતામાં રૂ ૧૫,૦૦૦/ આવી ગયા છે તેમ કહેતા ફરીયાદી એ પોતાના પતિને ફોન કરતા પતી એ જણાવ્યુ કે તેઓને કોઇ મિત્ર પાસેથી પૈસા લેવાના નથી કોઈએ પોતાની મિત્ર તરીકે ઓળખ આપી છેતરપિંડી કરી છે તેમ કહેતા બન્ને પતી પ્તની પોલિસ સ્ટેશન આવ્યા હતા અને સાયબર ક્રાઇમ મા ૧૯૩૦ પર ફરીયાદ નોંધાવી હતી જેનો રેફરન્સ નંબર લઈ સોમવારે કાલોલ પોલીસ મથકે ફરીયાદ નોંધાવતા પોલીસે વિશ્વાસઘાત અને છેતરપિંડી સહિત આઇટી એક્ટ ની કલમ ૬૬ ડી મુજબની ફરિયાદ અજાણ્યા મોબાઈલ ધારકો સામે દાખલ કરી આગળની તપાસ પોલિસ ઇન્સ્પેકટર બી બી બેગડિયા દ્વારા શરૂ કરાઈ છે.

 

Back to top button
error: Content is protected !!