થાનગઢના ખાખરાથળમા ચોરી કરનાર ત્રણ ઈસમોને થાન પોલીસે મુદ્દામાલ સાથે ઝડપી લીધા.
16 હજારની કિંમતનો 800 ફુટ સર્વીસ વાયર, 12 હજારની કિંમતનો 400 ફુટ કેબલ વાયર અને 7.5 હોર્સ પાવરની 3 દેડકા મોટર કિંમત રૂપીયા 57 હજાર મળી કુલ રૂપીયા 85 હજારની મત્તાની ચોરી કરાઈ હતી.

તા.09/07/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
16 હજારની કિંમતનો 800 ફુટ સર્વીસ વાયર, 12 હજારની કિંમતનો 400 ફુટ કેબલ વાયર અને 7.5 હોર્સ પાવરની 3 દેડકા મોટર કિંમત રૂપીયા 57 હજાર મળી કુલ રૂપીયા 85 હજારની મત્તાની ચોરી કરાઈ હતી.
સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકાના ખાખરાથળ ગામે રહેતા 65 વર્ષીય કીરીટસિંહ રઘુવીરસિંહ ઝાલા નિવૃત્ત જીવન ગુજારે છે તેઓનો ગામમાં રામજી મંદીર પાસે ઉતારો છે જેમાં ખેતીનો સામાન અને વધારાની વસ્તુઓ રાખે છે તેઓ ભુજ રહેતા તેમના દિકરાને ત્યાં રોકાવા ગયા હતા ત્યારે તા. 25 જુને તેઓને ઉતારાના દરવાજાના નકુચા તુટેલા હોવાની તથા સામાન વેરવીખેર હોવાની જાણ થઈ હતી આથી તા. 29 જુને તેઓએ આવીને તપાસ કરતા ઉતારામાંથી 16 હજારની કિંમતનો 800 ફુટ સર્વીસ વાયર, 12 હજારની કિંમતનો 400 ફુટ કેબલ વાયર અને 7.5 હોર્સ પાવરની 3 દેડકા મોટર કિંમત રૂપીયા 57 હજાર મળી કુલ રૂપીયા 85 હજારની મત્તાની ચોરી થઈ હતી આથી તા. 02 જુલાઈએ તેઓએ અજાણ્યા શખ્સો સામે થાન પોલીસ મથકે ચોરીની ફરિયાદ નોંધાવી હતી આ ફરીયાદ નોંધાતા જ પીઆઈ વી.કે.ખાંટની સુચનાથી પીએસઆઈ જે.એચ.કછોટ, રામભા રાજૈયા સહિતનાઓએ તપાસના ચક્રો ગતીમાન કર્યા હતા જેમાં શકના આધારે ખાખરાથળના વિજયરાજસિંહ વાઘુભા મકવાણા અને મુના ભરતભાઈ સારદીયાને લાવી તપાસ કરતા બન્નેએ આ સામાન ચોર્યો હોવાની કબુલાત કરી હતી જયારે આ સામાન પોતાની વાડીનો હોવાનું કહીને વિક્રમ ભગાભાઈ સારદીયાને વેચ્યો હોવાનું સામે આવતા પોલીસે ત્રણેયને ચોરીના મુદ્દામાલ સાથે ઝડપી લઈ વધુ કાર્યવાહી હાથ ધરી છે.



