ટી.સી. બદલવા કોઈ આવતું નથી,અધિકારીને ફોન કરી તો કોઈ જવાબ મળતા નથી:ખેડૂત
વાંકાનેર રૂરલ-૧ કચેરીનો વહીવટ છેલ્લા બે વર્ષથી ધમધડા વગરનો થઈ ગયો છે. વાંકાનેર રૂરલ-૧ કચેરીમાં ડેપ્યુટી ઈજનેર ભુવાની કામગીરીને લઈને અનેક ફરિયાદો ઉઠવા પામી છે. ગેરકાયદેસર વીજ કનેક્શન હોઈ કે પછી વાહન બિલોની તપાસણી હોઈ કે પછી સમયસર વીજ કનેક્શન ન આપતા વાંકાનેર તાલુકા વિસ્તારનાં લોકો પીજીવીસીએલ કચેરીના ત્રાસથી ત્રાહિબામ પોકારી ઉઠ્યા છે.
ત્યારે વાંકાનેર તાલુકાના તીથવા ગામના ખેડૂત પોતાની વાડી નું ટી.સી બળી ગયું હોય અને ફરિયાદ કરવા છતાં ટી.સી હજુ સુધી બદલી આપતામાં આવ્યું નથી.પીજીવીસીએલ કચેરી પોતાના જ ગ્રાહકો સાથે ગેરવર્તન કરતી હોવાનો વધુ એક સાબિતી મળી છે.