MORBI:મોરબીમાં વૃદ્ધને સળગાવી જીવ લેનાર બંને આરોપીઓના જામીન નામંજુર
MORBI:મોરબીમાં વૃદ્ધને સળગાવી જીવ લેનાર બંને આરોપીઓના જામીન નામંજુર
મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ રામકૃષ્ણ નગરમાં વૃધ્ધને સળગાવીને મારી નાખવાના ખુન કેસમાં સંડોવાયેલ બે આરોપીઓની જામીન અરજી મોરબી એડિશનલ ડિસ્ટ્રીક્ટ કોર્ટ દ્વારા ફગાવી દઈ આરોપીઓના રેગ્યુલર જામીન નામંજૂર કરવાનો આદેશ ફરમાવ્યો છે. આરોપી સંદીપભાઈ રાજેશભાઈ બોડા તથા વીમલભાઈ નથુભાઈ કામલીયા ના જામીન નામંજુર કરતી મોરબી એડીશનલ ડીસ્ટ્રકટ કોર્ટ.
મળતી માહિતી અનુસાર મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં નોંધાય ફરિયાદ મુજબ આરોપીઓએ ફરીયાદીના દીકરાની સાથે મોબાઈલ ફોનમાં કોઈ બાબતે ઝધડો થયેલ અને તેનુ મનદુખ રાખી ગેરકાયદેસર મંડળી રચી ફરીયાદીના ધરની બહાર રાખેલ ચંપલની લારીને આગ લગાડી ફરીયાદીના પતિને ઢસડી માર મારી સળગતી લારી પાસે ધકકો મારી દેતા ગંભીર રીતે દાઝી ગયેલ વૃદ્ધનું મૃત્યુ નિપજતા બનાવ હત્યામાં પરિણમ્યો હતો. જે કેસમાં સંડોવાયેલ તમામ આરોપીઓ સામે પોલીસે હત્યા સહિતની કલમ હેઠળ ગુનો નોંધી આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી.
ઉપરોક્ત હત્યા કેસના બે આરોપી સંદીપભાઈ રાજેશભાઈ બોડા તથા વીમલભાઈ નથુભાઈ કામલીયાએ જામીન મેળવવા પોતાના વકીલ મારફત મોરબી એડિશન ડિસ્ટ્રીક્ટ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. સામે લક્ષ્ય ફરિયાદી તરફે મોરબી જીલ્લાના સરકારી વકીલ સંજયભાઈ દવે તથા ધારાશાસ્ત્રી દીલીપ આર. અગેચાણીયા રોકાયેલ ત્યારે બંને પક્ષોની કાયદાકીય દલીલોને અંતે ફરિયાદ પક્ષના વકીલની ધારદાર દલીલોને ગ્રાહ્ય રાખી નામદાર એડિશનલ ડિસ્ટ્રીક્ટ કોર્ટ દ્વારા બંને ખુન કેસના આરોપીઓના રેગ્યુલર જામીન નામંજૂર કરવામાં આવ્યાનો આદેશ જારી કર્યો હતો.