Halvad:હળવદના સુંદરગઢ ગામની સીમમાં નદીના કાંઠે બિનવારસી ઇંગ્લિશ દારૂની નાની -મોટી બોટલનો જથ્થો ઝડપાયો
Halvad:હળવદના સુંદરગઢ ગામની સીમમાં નદીના કાંઠે બિનવારસી ઇંગ્લિશ દારૂની નાની -મોટી બોટલનો જથ્થો ઝડપાયો
હળવદ તાલુકાના સુંદરગઢ ગામની સીમમાં બ્રાહ્મણી નદીના કાંઠે ખોડીયાર માતાજીના મંદિર પાસે દારૂની રેડ કરવામાં આવી હતી. ત્યારે સ્થળ ઉપરથી જમીનમાં દાટીને રાખવામા આવેલ દારૂની નાની અને મોટી કુલ મળીને 402 બોટલો મળી આવી હતી જેથી કરીને પોલીસે 57,700 ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો છે જો કે, આ દારૂનો જથ્થો કોનો છે તે માહિતી સામે આવેલ નથી જેથી કરીને અજાણ્યા શખ્સની સામે ગુનો નોંધી તેને પકડવા માટે પોલીસે તજવીજ શરૂ કરી છે.
હળવદ તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે હળવદ તાલુકાના સુંદરગઢ ગામની સીમમાં બ્રાહ્મણી નદીના કાંઠે મંદિર પાસે દારૂનો જથ્થો હોવાની ચોક્કસ હકીકત મળી હતી. જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી. ત્યારે સ્થળ ઉપર જમીનમાં દાટીને દારૂનો જથ્થો છુપાવી રાખ્યો હતો જે બિનવારસી હાલતમાં દારૂનો જથ્થો મળી આવેલ છે જેથી કરીને પોલીસે સ્થળઉપરથી દારૂની જુદી જુદી બ્રાન્ડની નાની 332 બોટલ તથા મોટી 70 બોટલ આમ કુલ મળીને 402 બોટલ દારૂ કબજે કર્યો હતો. અને 5,77,00 ની કિંમતનો મુદ્દામાલ કબજે કરીને હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા શખ્સની સામે દારૂનો ગુનો નોંધીને આરોપીને પકડવા માટે પોલીસ દ્વારા ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે