HTAT મુખ્ય શિક્ષક શૈક્ષિક મહાસંઘ આયોજિત મુખ્ય મંત્રી અભિવાદન કાર્યક્રમમાં પંચમહાલ જિલ્લામાંથી 100 થી વધારે HTAT મુખ્ય શિક્ષકો જોડાયા

પંચમહાલ ગોધરા
નિલેશભાઈ દરજી શહેરા
અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત પ્રેરિત htat મુખ્ય શિક્ષક શૈક્ષિક મહાસંઘ આયોજિત મુખ્ય શિક્ષકો ના બદલી નિયમો શૈક્ષિક મહાસંઘ નો માંગ મુજબ બનતા અને બાર વર્ષ થી બદલી નિયમો ની રાહ જોતા htat મુખ્ય શિક્ષકો ની મુખ્ય માંગણી પૂર્ણ થતાં 5 ઓગષ્ટ નારોજ મુખ્યમંત્રી અભિવાદન કાર્યક્રમ ગાંધીનગર ડભોળા ખાતે યોજાયો જેમાં પંચમહાલ જિલ્લા મુખ્યશિક્ષક શૈક્ષિક મહાસંઘ દવારા જિલ્લામાંથી મોટી સંખ્યામાં આ કાર્યક્રમમાં જોડાવવા મુખ્યશિક્ષકો ને આહવાન કરવામાં આવ્યું હતું જેના ભાગરૂપે જિલ્લામાંથી સો જેટલા મુખ્ય શિક્ષકો આ અભિવાદન કાર્યક્રમમાં જોડાયા હતા મુખ્ય શિક્ષકો નો અતિ મહત્વ નો પ્રશ્ન બદલી નિયમો જાહેર થયા અને આગામી સમયમાં બદલી કેમ્પો ઝડપથી યોજાવાની પ્રબળ માંગ ને મજબૂત બનાવવા માટે પંચમહાલ જિલ્લાથી મોટી સંખ્યમાં મુખ્યશિક્ષકો જોડાયા હતા .યોજાયેલ અભિવાદન કાર્યક્રમમાં મુખ્ય શિક્ષક શૈક્ષિક મહાસંઘ ના અધ્યક્ષ નાથુભાઈ ઘોયા દવારા મુખ્ય શિક્ષકો ના અન્ય પડતર પ્રશ્નો જેવાકે બદલી કેમ્પો ની તારીખો જાહેર કરવા ,એક કાલ્પનિક ઇજાફો આપવો જેવી અન્ય માંગણીઓ પણ મુકવામાં આવી હતી .આગામી સમયમાં મુખ્યશિક્ષક શૈક્ષિક મહાસંઘ HTAT મુખ્યશિક્ષકો ના પ્રશ્નો ઉકેલવા કટિબધ્ધ બની કામ કરશે એમ જણાવેલ





