લાખણી ની શ્રી ગેળા 2 પ્રાથમિક શાળામા લોકશાહી ઢબે સાસંદ ની ચુટણી યોજાઇ
નારણ ગોહિલ લાખણી
શાળાકીય પ્રવૃત્તિઓનું સંચાલન બાળ સાંસદો દ્વારા કરવાનો અનોખો નિર્ણય
ભારત દેશ એટલે સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ અને લોકશાહીને જીવંત રાખતી અને જીવંત બનાવતી પ્રક્રિયા એટલે ચૂંટણી. આ ઉદેશ્ય સાથે દર વર્ષની જેમ આજે શ્રી ગેળા-૨ પ્રાથમિક શાળામાં બાળ સંસદની ચૂંટણી યોજવામાં આવી હતી. શાળાના ધોરણ ૨ થી ૮ના તમામ વિદ્યાર્થીઓ તથા શિક્ષકોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને મતદાન કર્યું હતું. વિશેષ વાત એ હતી કે આ ચૂંટણીમાં સમગ્ર ચૂંટણી પ્રક્રિયા મોબાઈલની મદદથી ઇવીએમ દ્વારા કરવામાં આવી હતી તથા પ્રિસાઈડિંગ ઓફિસર ,પોલિંગ ઓફિસર ,પોલીસ સ્ટાફ , સુરક્ષા કર્મચારીના રોલ બાળકોએ જાતે નિભાવ્યા હતા. આ ચૂંટણી પ્રક્રિયામાં 14 ઉમેદવારોએ ભાગ લીધો હતો, જેમાંથી સૌથી વધુ વોટ મેળવનાર રાજપુત હાવાભાઈ દેવજીભાઈ 32 વોટ મેળવી સમગ્ર શાળાના મહામંત્રી બન્યા હતા તથા સોલંકી દીપિકાબેન ચતુરભાઈ 31 વોટ મેળવી ઉપ મહામંત્રી બન્યા હતા. તથા બાકી રહેલા તમામ ઉમેદવારોને વિવિધ મંત્રાલયોની ફાળવણી હવે પછી કરવામાં આવશે તથા સમગ્ર શાળાકિય પ્રવૃત્તિઓનું સંચાલન વિજેતા થયેલા બાળ સાંસદો દ્વારા કરવામાં આવશે.
આમ આ સમગ્ર ચૂંટણી પ્રક્રિયાનું સંચાલન શાળાના આચાર્ય શ્રીમતી રોશનીબેન પટેલ (ચૂંટણી અધિકારી) ના માર્ગદર્શન હેઠળ શાળાના તમામ ઉત્સાહી શિક્ષકો દ્વારા કરવામાં આવ્યું હતું.