BODELICHHOTA UDAIPURCHHOTA UDAIPUR CITY / TALUKOGUJARAT

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી માં આવેલ જય નારાયણ પેટ્રોલ પંપ ના ભાગીદારો એ ડ્રાઈવર નું અપહરણ કરીને ઢોર માર મારી ખંડણીની માગણી કરવાની ઘટના સામે આવી.

નસવાડી આવેલ જય નારાયણ પેટ્રોલ પંપ ના ભાગીદારોએ ડ્રાઈવર ધવલભાઈ હસમુખભાઈ તરબદા નું અપહરણ કરીને ગોંધી રાખી ને ઢોર માર મારી ખંડણી માંગવામાં આવી. ધવલભાઈ હસમુખભાઈ તરબદા ના જણાવ્યા અનુસાર તા: ૦૮/૦૭/૨૦૨૪ ના રોજ હરીશકુમાર નારાયણ દાસ કંડાણી, ધીરજભાઈ કંડાણી, સુરેશભાઈ કંડાણી, પોપટભાઈ કંડાણી પોતાની ભુરા રંગ ની ફોર વ્હીલર કાર માં સાંજના સાત વાગ્યા ના અરસામાં તેઓને બરજબરી કાર માં બેસાડી અપહરણ કરીને બોડેલી તાલુકાના તાડકાછલા ગામ નજીક આવેલ જય નારાયણ જીન માં આવેલ રૂમમાં પુરી ને લાકડી વડે ઢોર માર મારી જાન થી મારી નાખવાની કોશિશ કરેલ. આટલાં થી સંતોષ ના થતાં ફરીયાદી ના કપડાં ઉતારી તેના ઉપર પેશાબ કરી અપમાનિત કરેલ. તેઓની માતા પાસે ૧૫ લાખ રોકડા ની અથવા સોના ચાંદીના ઘરેણાં અથવા જમીન નામે લખી આપવાની ખંડણીની માંગણી કરવામાં આવેલ. તેઓ પાસે કિંમતી જામીનગીરી માં ફેરવી શકાય તે સારૂં કોરા કાગળ ઉપર સહી ગુનો કરવામાં આવેલ. આરોપીઓ વિરુદ્ધ ફરીયાદ નોંધાવવા તા: ૧૦/૦૭/૨૦૨૪ ના રોજ ફરીયાદી સાથે મોટી સંખ્યામાં લોકો પોલીસ સ્ટેશન પહોંચેલા. ફરીયાદી ને સારવાર અર્થે નસવાડી સરકારી દવાખાનામાં મોકલી આપેલ જ્યાંથી વધુ સારવાર અર્થે રાજપીપળા રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ. તા: ૧૧/૦૭/૨૦૨૪ ના રોજ ધારાસભ્ય અભેસિંગ તડવી તેમજ સમાજના આગેવાનો આવતા પોલીસે એફ.આઈ.આર. દાખલ કરવામાં આવી. ચાર આરોપી માંથી બે આરોપી ની ધરપકડ કરવામાં આવી. બીજા બે આરોપીઓ ફરાર થઈ ગયેલ છે. નસવાડી પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

રીપોર્ટર અંજુમ ખત્રી છોટાઉદેપુર

Back to top button
error: Content is protected !!