કાલોલ જેતપુર પ્રાથમિક શાળાના આચાર્ય જગદીશભાઇ મકવાણા નિવૃત્ત થતા માનભેર વિદાય સમારંભ યોજાયો.

તારીખ ૧૪/૦૭/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકાના જેતપુર પ્રાથમિક શાળાના આચાર્ય છેલ્લા ૩૮ વર્ષથી શિક્ષક તરીકે જોડાયેલ જગદીશભાઇ મકવાણા વય મર્યાદાને કારણે નિવૃત થતા હોય કાલોલ નગરપાલિકાના કોમ્યુનિટી હોલ ખાતે તેઓ નો માનભેર વિદાય સમારંભ યોજાયો હતો આ પ્રસંગે દાહોદ મામલતદાર મનોજકુમાર મિશ્રા, કાલોલ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી ચેતનાબેન પરમાર ,ચેરમેન હીરાબેન રાઠોડ,દિનેશભાઈ પરમાર, ડો.સુનિલભાઈ, કાલોલ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ પ્રમોદભાઈ નાગર,સંજયભાઈ રાઠોડ, કે.ડી.પરમાર, વી.ડી.પરમાર, અનિલભાઈ પરમાર, ડી.કે.અંજરીયા, કે.પી.મકવાણા નિવૃત મામલતદાર એલ.ડી.જાદવ,ગૌરાંગ જોશી, તાલુકા શૈક્ષીક સંઘના અધ્યક્ષ વિનોદ અમીન,રમેશ પટેલ, યુવરાજસિંહ ચેરમેન,દિનેશ સોલંકી ચેરમેન,ઘનશ્યામભાઈ, સુનિલ મકવાણા,બીપીનભાઈ, રાકેશભાઈ,શિક્ષકમિત્રો,સીઆરસી કો ઓર્ડીનેટર,સામાજિક આગેવાનો,વિદાય લઈ રહેલ શિક્ષકના મિત્ર મંડળ અને પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા.વિદાય લઈ રહેલ આચાર્ય જગદીશભાઇ મકવાણા દ્વારા પોતાની ૩૮ વર્ષીય લાંબી શૈક્ષણિક કારકિર્દી ના સંસ્મરણો વાગોળતા પહેલા રાષ્ટ્રપતિ એવોર્ડ થી સન્માનિત સ્વર્ગવાસી રમેશભાઈ પટેલ ને અશ્રુભીની આંખે યાદ કરી તમામ વિદ્યાર્થીઓ સહીત પોતાનો સ્ટાફ, માતપિતા,ગુરુજનો નો આભાર વ્યક્ત કર્યો હતો. દાહોદ મામલતદાર મનોજકુમાર મિશ્રા દ્વારા વિદાય લઈ રહેલ આચાર્ય જગદીશભાઇ મકવાણા ને પોતાનું શેષ જીવન તંદુરસ્ત ભર્યું અને પ્રવૃત્તિમય રહેતી માટે ની શુભેચ્છાઓ પાઠવી હતી કાલોલ તાલુકા શિક્ષણાધિકારી ચેતનાબેન પરમાર દ્વારા વિદાય લઈ રહેલ શિક્ષકને સાલ ઓઢાડી સ્મૃતિ ભેટ આપી સન્માનિત કર્યા હતા.કાલોલ તાલુકાની જેતપુર પ્રાથમિક શાળા આચાર્ય ની ખોટ ક્યારેય પૂરી થઈ શકશે નહીં સમાજમાં જગદીશભાઇ મકવાણા જેવા સમર્પિત શિક્ષકો ની ખુબ જરૂર છે ત્યારે નિવૃત્તિ નું જીવન ધર્મમય બને તેવી પ્રાર્થના કરી ભારે હૈયે વિદાય આપી હતી.સમગ્ર કાર્યક્રમનું સંચાલન ગણપતસિંહ જાદવ અને પરસોત્તમભાઈ સોલંકીએ કર્યું હતું.





