વેદના થી સંવેદના

લેખ: વિશાલ ચૌહાણ
વેદનાથી સંવેદના
માણસ કોઈ નો થયો નથી અને થવાનો નથી.
ક્ષણને જીવવા વાળા અને સરળ જીવન જીવતા માણસોની વિટંબણા ગજબ ની હોય છે. આ સનાતન સત્ય ને સમજી લેવું કે દુનિયા સ્વાર્થ ની ધરી પર ચાલે છે. અફસોસની વાત એ છે કે બહુ બધા લોકો પોતાની જરૂિયાતો મુજબ સંબંધો રાખતા જોવા મળે . કોઈ ઓચિંતા મેસેજ કરે, ફોન કરે એટલે સમજી જાવ કે કોઈ કામ લાગે છે. જો કે આ બધી વાતો નું ક્યારેય દુઃખ ના લગાડવું.
માનવીય વર્તન ને હું બહુ નજીક થી સમજ્યો છું અને જોતો આવ્યો છું. જે વ્યક્તિ માટે બહુ બધું કર્યું હોય એ વ્યક્તિના વર્તનો કેટલા બધા બદલાય જતા હોય છે. સાથે સમય પસાર કરવા વાળા સાવ અજાણ્યા બની જતા હોય છે….. જેના માટે બહુ દોડધામ કરી હોય એ લોકો ઔપચારિક સંબંધો પણ જાળવવામાં નિષ્ફળ જતા હોય છે. આ બધું માનવજાત અને માનવીય સંબંધોમાં જ બને છે.
પ્રાણી જગતમાં આવું નથી. પ્રાણીઓનો પ્રેમ અને વફાદારી ગજબની હોય છે. એક સિંહણ પણ એક હરણના બચ્ચા નો ઉછેર કરી શકે. કુતરાને આપેલ એક રોટલો પણ તમને વફાદારી ની ૧૦૦ ટકા ગેરંટી આપે છે. ગાય ને આપેલ ઘાસ નો પૂળો તમને અનંત આશિર્વાદ આપે છે.
માનવીના પ્રેમ અને વફાદારી સમય સાથે બદલાતા રહે છે.
માણસ કોઈ નો થયો નથી અને થવાનો નથી.





