બોડેલી ગોપાલ ટોકીઝ થી રાજખેરવા રોડનું અધૂરું કામ રહેતા સોસાયટીના રહીશો હેરાન પરેશાન


બોડેલી ગોપાલ ટોકીઝ થી રાજખેરવા રોડનું કામ છેલ્લા એક વર્ષ થી રાજકીય અખાડાને કારણે તથા અવનવા કારણોસર રોકી દેવામાં આવેલ છે જેના કારણે હજારો નાગરિકોને આવવા જવાની મુશ્કેલી પડી રહી છે આ રોડ પરની તમામ ગટર લાઈનો ખુલ્લી છે જેના કારણે જીવલેણ અકસ્માત ઘટના બનવાનો સંભવ છે અત્યાર સુધીમાં ત્રણ થી ચાર અકસ્માત થઈ ચૂક્યા છે તો વહીવટી તંત્ર કોઈ દુર્ઘટના બને તેની રાહ જોઈ રહી છે જો કોઈ જીવલેણ ઘટના બનશે તો જવાબદાર કોણ??? અને વધુમાં પાણીની લાઈન વારંવાર તૂટી જાય છે અને નિયમિત પાણી આવતું નથી ગટર લાઈન ખુલ્લી હોવાથી જેનું પાણી બોરમાં પાણી મિક્સ થઈ રહ્યું છે જેનાથી રોગચાળો ફેલાઈ શકે છે કેટલાક વિજ્ઞાન સંતોષીઓ ખોટી અરજીઓ કરીને તેથી વહીવટી તંત્ર પણ આયુ વાહિયાત અરજીઓને ના આધારે રોડનું કામ બંધ કરી દે છે અને આ વિસ્તારના 1400 થી 1500 નાગરિકોષ સુવિધા અને સુખાકારી સાથે છેડા કરી રહ્યા છે આ રોડનું ખાસ મુરત સંખેડા ના ધારાસભ્ય અભેસિંહ તડવી ના હસ્તે કરવામાં આવ્યું હતું સાથે અલીપુરા ગ્રામ પંચાયત સરપંચ તથા ગ્રામજનો આગેવાનો હાજર રહ્યા હતા આ રોડનું અડધું કામ પૂર્ણ થયા બાદ આ રીતે વાધાવાચકા કાઢીને રોડનું કામ અટકાવવા પાછળ કોઈ મેલી મુરાદ હોય એવું લાગી રહ્યું છે પંચાયત સત્તાધીશો દ્વારા સર્વ સંમતિ દબાવાનો હટાવ્યા બાદ પણ હજુ સુધી રોડનું કામ કેમ શરૂ થઈ નથી તેમ ચર્ચા રહી છે હાલમાં ચોમાસાની શરૂઆત થઈ ચૂકી છે ધુટન સમાન પાણી ભરાઈ ચૂક્યા છે આ રસ્તા પર મચ્છરોના કારણે ડેન્ગ્યુ,કોલેરા ,મેલેરીયા જેવા પાણીજન્ય રોગો ફેલાયનો ભય રહેલો છે અને આ વિસ્તારના લોકો આવવા રોગ ચાળોના ભઈ થી ચિંતિત બન્યા છે તો વહેલી તકે આ રોડ બને તેવી આ વિસ્તારના રહેશો ની માંગશે આ અંગે તાલુકા વિકાસ અધિકારી ને પણ આવેદન પત્ર આપવામાં આવેલુ છે પણ હજુ કોઈ પરિણામ આવેલ નથી તો આ વિસ્તારના લોકો આંદોલનનો માર્ગ અપનાવે એવું લાગી રહ્યું છે.
રીપોર્ટર અંજુમ ખત્રી છોટાઉદેપુર




