AHAVADANGGUJARAT

Dang: કિરણ હોસ્પિટલનાં ડોક્ટર તથા ટ્રસ્ટી હોવાની ઓળખ આપી આહવાની યુવતી પાસેથી ૧.૦૭ લાખ પડાવ્યા..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લાનાં આહવા ખાતે રહેતી ૨૧ વર્ષીય યુવતી ને ઈન્સ્ટાગ્રામ મારફતે એક વ્યક્તિનો મેસેજ આવ્યો હતો.જે  વ્યક્તિએ સુરત ખાતે આવેલ કિરણ હોસ્પિટલના ડોક્ટર તથા ટ્રસ્ટી હોવાની ઓળખ આપી હતી.ત્યારબાદ તેણે યુવતીને સુરત સ્મીમેર હોસ્પિટલ ખાતે DMLTમાં એડમીશન કરાવી આપીશ તથા નોકરી અપાવીશ એવી લાલચ આપી,તેણીની પાસેથી ૧.૦૭ લાખ રૂપિયા પડાવ્યા હતા.જોકે યુવતીને એડમિશન ન અપાવીને છેતરપિંડી કરવામાં આવી હતી.ત્યારે સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.ડાંગ જિલ્લાના આહવા ખાતે રહેતી જાનસીબેન પરેશભાઈ નાઈ (ઉ. વ.૨૧) એ હાલમાં B.sc. માઇક્રોબાયોલોજી નો અભ્યાસ પૂર્ણ કરેલ છે.ત્યારે તેણીની ઈન્સ્ટાગ્રામ આઇ. ડી.પર  pateldr.krunal નામની આઇ. ડી.પરથી મેસેજ આવ્યો હતો.pateldr.krunal આઇ. ડી.ધારકે સુરત ખાતે આવેલ કિરણ હોસ્પિટલમાં ડોકટર અને ટ્રસ્ટી હોય તે રીતેની ઓળખાણ આપી હતી.તેમજ તેણીએ B.Sc. માઇક્રોબાયોલોજી ભણેલ હોય તો ભવિષ્યમાં સુરતની કિરણ હોસ્પિટલ અથવા વિનસ હોસ્પિટલમાં નોકરી પર લગાડી આપીશ એવી લાલચ પણ હતી.ત્યારબાદ એક દિવસે આ વ્યક્તિએ યુવતીના વોટ્સએપ ઉપર એક ફોર્મ મોકલેલ જે ફોર્મ સુરત શહેર ખાતે આવેલ સ્મિમેર હોસ્પિટલમાં ડી.એમ.એલ.ટી. ના કોર્સમાં એડમિશન માટેનો હતો. આ ફોર્મ ભરી ફરી પાઠવવા માટે ડોક્ટર કૃણાલે જણાવ્યું હતું.ત્યારે યુવતીએ ફોર્મ ભરી ફરી વોટસએપ ઉપર તેને મોકલી આપેલ હતો. તે વખતે આ ડોક્ટર કુણાલે યુવતીને વિશ્વાસમાં લઈ જણાવેલ કે, હું કોઈપણ રીતે તારૂ એડમિશન સ્મિમેર હોસ્પિટલમાં ડી. એમ.એલ.ટી. ના કોર્સમાં કરાવી આપીશ. ફોર્મની સાથે ડોક્ટર કૃણાલે મને વોટસએપ ઉપર QR કોડ મોકલી ૨ હજાર ફોર્મના ભરવા પડશે તો તમારૂ એડમિશન નક્કી થશે,તેમ કહેતા ફોર્મની સાથે યુવતીએ ઓનલાઇન બે હજાર પણ મોકલી આપ્યા હતા.જોકે ત્યારબાદ આ ડોકટર વારંવાર કોઈ ને કોઈ બહાને નાણાંની માંગણી કરતો હતો.એમ કરીને તૂટક તૂટક યુવતી પાસેથી ૧.૦૭ લાખ રૂપિયા આ ડોકટર એ લઈ લીધા હતા.જોકે એડમિશન નહીં અપાવી યુવતી સાથે છેતરપિંડી કરવામાં આવી હતી.તેમજ યુવતી નાણા પરત માંગે તો ફોટા તથા વિડિયો વાયરલ કરવાની તથા જાનથી મારી નાંખવાની ધમકી આપવામાં આવતી હતી.જે બાદ સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.હાલમાં આહવા પોલીસ મથકનાં પી.એસ.આઈ.એ.એચ.પટેલે છેતરપિંડી અંગેનો ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે..

Back to top button
error: Content is protected !!