GUJARATHALVADMORBIMORBI CITY / TALUKO
Halvad:હળવદ બ્રાહ્મણી ૨ ડેમનો ૧૦૦ ટકા ભરાઈ જતાં ૧ દરવાજો ૦.૫ ફુટ ખોલવામાં આવ્યો
Halvad:હળવદ બ્રાહ્મણી ૨ ડેમનો ૧૦૦ ટકા ભરાઈ જતાં ૧ દરવાજો૦.૫ ફુટ ખોલવામાં આવ્યો
હળવદ તાલુકાના સુસવાવ નજીક આવેલ શક્તિસાગર (બ્રાહ્મણી ૨) ડેમ રૂલ લેવલ મુજબ ૧૦૦ ટકા ભરાઈ ગયો છે અને પાણીની આવક ચાલુ હોય વધારાનું પાણી નદીમાં છોડવાની જરૂરીયાત ઉભી થતા ડેમનો ૧ ગેટ ૦.૫ ફૂટ ખોલવામાં આવ્યો છે
જેથી ડેમના હેઠવાસમાં આવતા સુસવાવ, કેદારીયા, ધનાળા, રાયસંગપુર, મયુરનગર, મિયાણી, ચાડધ્રા, ટીકર, ખોડ, અજીતગઢ અને માનગઢ એમ ૧૧ ગામોને એલર્ટ અપાવામા આવ્યું છે જેથી ગ્રામજનોને નદીના પટમાં અવરજવર ના કરવા તેમજ તકેદારીના પગલા લેવા સુચના આપવામા આવી છે હળવદ પંથકમાં સાંજે ધોધમાર વરસાદ શરુ થયો હતો અને અડધો ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો હળવદ પંથકમાં આજના દિવસે ૧૨ મીમી વરસાદ નોંધાયો છે જયારે જીલ્લામાં અન્ય સ્થળે હળવા ઝાપટા નોંધાયા હતા