GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ તાલુકાના ખરસાલીયા ગામે વિજળી આવજા કરતા અનેક ઘરોનાં ઇલેક્ટ્રીક ઉપકરણો ને ભારે નુકશાન.

 

તારીખ ૧૬/૦૭/૨૯૨૪

સાજીદ વાઘેલા કાલોલ 

મધ્ય ગુજરાત વીજ કંપની સબ ડિવિજન વેજલપુર તાલુકા કાલોલ જીલ્લા પંચમહાલના ઓની બેદરકારીને કારણે તાલુકાના ખરસાલીયા ગામે અવારનવાર વીજળી ગુલ થઇ જાય છે.અને લાઈનનું કોઈપણ પ્રકારનું સમારકામ કરવામાં આવતું નથી. અધિકારીઓને વારંવાર જાણ કરવા છતાં કોઈ ધ્યાને લેતા નથી જ્યાં તારીખ ૧૪/૦૭/૨૪ ના રોજ લાઈનમાં શોર્ટસર્કીટ થવાને કારણે ગામમાં અનેક ઘરોનાં પંખા,બલ્બ અન્ય ઉપકરણો બળી ગયેલ અને ભારી માત્રામાં નુકશાન થયેલ છે.તો નુકશાનની જવાબદારી કોણ લેશે ? જવાબદાર તંત્ર ઘોર નિંદ્રામાંહોય તેવુ લાગે છે.જ્યાં કોઇ પ્રિ મોન્સુન કામગીરી કરી નથી વિજ થાંભલાની ચારેબાજુ વૃક્ષનાં વેલાઓ વીંટળાયેલ જોવા મળેલ છે.ત્યાં કોઇ મોટા અકસ્માત ની શંકાઓ પણ સહેવાય રહી છે.જ્યાં ખરસાલીયા ગામ વેજલપુર સબ સ્ટેસનથી ૪ કિમી ના અંતરે આવેલ છે. ત્યારે તાત્કાલિક ધોરણે યોગ્ય કાર્યવાહી થાય તેવી ખરસાલીયા ગામના આગેવાનોએ માંગ કરી છે.

Back to top button
error: Content is protected !!