ફરિયાદી કાયદેસરનું લેણું પુરવાર ન કરી શકતા 7 લાખ રૂપિયા ના ચેક રિટર્ન કેસમા હાલોલ કોર્ટે આરોપીને છોડી મુક્યો.
તારીખ ૧૬/૦૭/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
હાલોલ ના ધવલ પાર્ક સોસાયટીમાં રહેતા ધવલકુમાર સંજયભાઈ પટેલ દ્વારા કંજરી ગામે રહેતા જીગ્નેશભાઈ કનૈયાલાલ કાછિયા સામે એન આઈ એક્ટ ની કલમ ૧૩૮ મુજબ હાલોલના એડી જયુ મેજિસ્ટ્રેટ ની કોર્ટે મા કરેલી ફરીયાદ મુજબ તેઓએ મિત્રતા ના નાતે પાંચ મહીનામાં પરત આપવાની શરતે ડિસેમ્બર ૨૦૨૨ ના અરસામાં ટુકડે ટુકડે રૂ ૭ લાખ હાથ ઉછીના આરોપી જીગ્નેશભાઈ ને આપ્યા હતા જે પરત માંગતા તા ૧૧/૦૬/૨૩ ના રોજ નો પોતાના ખાતાનો ચેક લખી આપ્યો જે ચેક અપુરતા ભંડોળ ને કારણે રિટર્ન થતા ફરિયાદ દાખલ કરી હતી જે કેસમાં આરોપી પોતાના એડવોકેટ એ એસ દીવાન મારફતે હાજર થયા હતા અને કેસ ચાલવા ઉપર આવતા એડવોકેટ જે બી જોશી દ્વારા ફરિયાદી ની ઉલટ તપાસ કરી હતી અને દલીલો રજૂ કરી હતી જેમાં મુખ્યત્વે ફરિયાદમાં ડિસેમ્બર ૨૦૨૨ ના અરસામાં ટુકડે ટુકડે રૂ ૭ લાખ આપ્યાનું જણાવે કે જયારે ઉલટ તપાસમા અઢી લાખ એપ્રીલ ૨૦૨૨ ત્યારબાદ બીજા અઢી લાખ રૂપિયા એપ્રિલના બે અઢી માસ પછી અને રૂ ૨ લાખ ડિસેમ્બર ૨૦૨૨ મા આપ્યાનું કબૂલ કરે છે જે પરસ્પર વિરોધી છે. જેથી ફરિયાદીએ ક્યારે કેટલા પૈસા તે બાબત સ્પષ્ટ થઈ નથી વધુમા આરોપીએ ફરિયાદીને ટુકડે ટુકડે રૂ ૫૪,૦૦૦/ ચૂકવ્યા છે જે હકીકત ઉલટ તપાસમાં સ્વીકારી છે તેમ છતા પણ પોતાની ફરીયાદ કે સરતપાસના સોગંધનામાં મા જણાવી નથી જેથી ફરિયાદીની આ વર્તણુક ઉપર સ્વાભાવિક શંકા ઊભી થાય છે. વધુમા આરોપી તરફે એડવોકેટ જે બી જોશી એ રજુ કરેલ નામ. સુપ્રીમ કોર્ટમાં જજમેન્ટ મુજબ જયારે પાર્ટ પેમેન્ટ કરવામાં આવ્યું હોય ત્યારે આખી રકમનો ચેક ભરી આપવામા આવે તો તે ચેકની રકમ કાયદેસરની લેણી રકમ ગણી ન શકાય વધુમા મિત્રતા ના નાતે આટલી મોટી રકમ નો વ્યવહાર થયેલ છે તેમ છતા ફરિયાદી આરોપીના ધરે જવાના અને નજીકના સંબધો નહી હોવાનુ સ્વીકારેલ છે ત્યારે આટલી મોટી રકમ કોઈપણ પ્રકારના દસ્તાવેજ કે આધાર વગર આપી હોવાનુ માની શકાય નહીં. જેથી ફરિયાદી અને આરોપી પક્ષે થયેલ નાણાકીય બાબતની કોઇ હકીકત ચેક સાથે સુસંગત થતી ન હોવાથી હાલોલ ના એડી જયુ મેજિસ્ટ્રેટ એચ એચ બિસનોઈએ આરોપી જીગ્નેશભાઈ કનૈયાલાલ કાછિયા ને નિર્દોષ જાહેર કરી છોડી મુકવાનો આદેશ કર્યો છે.