GUJARATKUTCHMANDAVI

કચ્છના બાગાયતદાર ખેડૂતો વર્ષ ૨૦૨૪-૨૫ માટે બાગાયત ખાતા દ્વારા ચાલતી વિવિધ યોજનાઓ અંતર્ગત સહાય મેળવવા આઈ ખેડૂત પોર્ટલ ઉપર અરજી કરી શકશે.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.

માંડવી,તા-૧૬ જુલાઈ : કચ્છ જિલ્લાના તમામ બાગાયતદાર ખેડૂતો વર્ષ ૨૦૨૪-૨૫ માટે બાગાયત ખાતા દ્વારા ચાલતી યોજનાઓ અંતર્ગત “GROW MORE FRUIT CROP ” ઇનિશિએટીવ હેઠળ ફળપાક વાવેતર ઘટકમાં (૧) આંબા તથા જામફળ- ફળપાક ઉત્પાદકતા વધારવાનો કાર્યક્રમ, (૨) કેળ (ટીશ્યુ)- ફળપાક ઉત્પાદકતા વધારવાનો કાર્યક્રમ, (૩) ટીશ્યુ કલ્ચર ખારેકની ખેતીમાં સહાય, (૪) નાળીયેરી વાવેતર વિસ્તાર સહાય, (૫) કમલમ ફળ (ડ્રેગનફ્રૂટ)ના વાવેતર માટે સહાયનો કાર્યક્રમ, (૬) ફળપાક પ્લાન્ટીંગ મટીરીયલમાં સહાય, (૭) કોમ્પ્રિહેન્સિવ હોર્ટીકલ્ચર ડેવલપમેન્ટ કાર્યક્રમ, (૮) ઘનિષ્ઠ ખેતીથી વાવેલા ફળ પાકો – આંબા, જામફળ, દાડમ, લીંબુ માટે સહાય, (૯) વધુ ખેતી ખર્ચવાળા ફળ પાકો સિવાયના ફળપાકો, (૧૦) ફળપાકો જેવા કે દ્વાક્ષ, કીવી, પેશન ફ્રૂટ વગેરે, (૧૧) પપૈયા, (૧૨) ફળપાકોના વાવેતર માટે પ્લાન્ટીંગ મટીરીયલમાં સહાય (વનબંધુ), (૧૩) સરગવાની ખેતીમાં સહાય મેળવવા માટે અરજી કરી શકશે.આ ઘટકોમાં માટે સહાય મેળવવા તા. ૧૫/૦૮/૨૦૨૪ સુધી આઇ- ખેડૂત પોર્ટલ પર ઓનલાઇન અરજી કરવાની રહેશે. અન્ય નવીન યોજનાઓ જેવી કે (૧) આંબા તથા લીંબુ ફળપાકના જુના બગીચાઓને નવસર્જન માટે, (૨) પપૈયા- ફળપાક ઉત્પાદકતા વધારવાનો કાર્યક્રમ માટે અને (૩) શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન ઘટકોમાં તા. ૧૩/૦૮/૨૦૨૪ સુધી આઇ- ખેડૂત પોર્ટલ ઓનલાઇન અરજી કરવા માટે ખુલ્લુ મુકવામાં આવ્યું છે. આ બાગાયતી સહાય મેળવવા ઇચ્છુક ખેડૂતોએ ઓનલાઇન અરજી કરી જરૂરી સાધનિક પુરાવા સાથે અરજી રૂમ નં: ૩૧૦, બીજો માળ, નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, બહુમાળી ભવન, ભુજ, કચ્છ ખાતે મોકલી આપવાની રહેશે. આ તમામ યોજનાની ટૂંકી વિગતો આઇ-ખેડૂત પોર્ટલ ઉપર ઉપલબ્ધ છે તેમજ વધુ માહિતી માટે નાયબ બાગાયત નિયામકશ્રી ભુજ કચ્છનો સંપર્ક કરવા માટે જણાવાયું છે.

Back to top button
error: Content is protected !!