ધ્રાંગધ્રા પાલીકા ટાઉન હોલનું લોકાપર્ણ સહિત 7 કરોડથી વધુના વિવિધ વિકાસના કાર્યોનું ખાતમુર્હુત કર્યું.
તા.16/07/2024/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા નગરપાલીકાના ટાઉનહોલનું લોકાર્પણ કરવામાં આવ્યું હતુ શહેરમાં 7 કરોડથી વધુ ના વિકાસના વિવિધ વોર્ડમાં રોડ, ગટર, બ્રીજના ખાતમુર્હુત કરવામાં આવ્યું હતુ શહેરીજનોને સ્વચ્છતા અભિયાન અંતર્ગત ડસ્ટબીનનું કરવામાં આવ્યું વિતરણ જીલ્લાના સાંસદ સભ્ય, ધારાસભ્ય, તેમજ પૂર્વ કેબિનેટ મંત્રીના અધ્યક્ષ સ્થાને યોજાયો કાર્યક્ર્મ વેપારીઓને પ્લાસ્ટિકની બેગ ન વાપરવા નગરપાલિકા પ્રમુખ દ્વારા કરવામાં આવી અપીલ સૌનો સાથ થકી ગામને સ્વચ્છ સુંદર અને હરિયાળું બનાવવા માટે લોકો આગળ આવે મારું ગામ સુંદર ગામ બને તે માટે નગરપાલિકા તેમજ શહેરીજનો જાગૃત થાય અને રાજ્ય સરકાર દ્વારા છેવાડાના ગામોમાં વિકાસના કામો થકી સારી સુવિધાઓ મળે તે માટે કાર્ય કરી રહી છે જેમાં ખાસ કરીને શહેરીજનોને પ્રાથિમક સુવિધાઓ રોડ રસ્તા પાણીની સુવિધાઓ ઘર આંગણે મળે તે જરૂરી છે ત્યારે આજરોજ ધ્રાંગધ્રા નગરપાલિકાના ટાઉનહોલનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું સાથે 7 કરોડથી વધુના વિવિધ વિકાસના કામો માટે શહેરના વિવિધ વિસ્તારના વોર્ડની અંદર ગટર રોડ, પાણીની ટાંકીના ખાતમુર્હુત કરવામાં આવ્યા હતા કાર્યક્રમમાં જીલ્લાના સાંસદ સભ્ય ચંદુભાઈ શીહોરા ધારાસભ્ય પ્રકાશ વરમોરા, અને પૂર્વ કેબિનેટ મંત્રી આઇ કે જાડેજા સહિત નગર પાલિકા પ્રમુખ કુલદીપસિંહ ઝાલા, નગરપાલિકા ચીફ ઓફિસર મન્ટીલકુમાર પટેલ, સુધરાઈ સભ્યો પૂર્વ પ્રમુખો સહિત ગામના વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા સાંસદ સભ્ય ધારાસભ્ય પૂર્વ કેબિનેટ મંત્રી દ્વારા શહેરીજનો તેમજ વેપારીઓને અપીલ કરી હતી જેમાં લોકો પ્લાસ્ટિક ન વાપરવા તેમજ સ્વચ્છતા જાળવવા અપીલ કરી હતી આગામી દિવસોમાં નગર પાલિકા દ્વારા શહેરના વિકાસ માટે વિવિધ કાર્યો પણ કરવામાં આવનાર છે જેમાં શહેરના તળાવ અને નદી નર્મદાના પાણીથી ભરવામાં આવનાર છે લોકો સ્વચ્છતા રાખી શકે તે માટે નગર પાલિકા દ્વારા શહેરીજનોને ડસ્ટબીનનું વિતરણ કરવામાં આવ્યું હતું સાથે હરિયાળું શહેર બનાવવા માટે વૃક્ષનું રોપણ કરવા માટે લોકો પણ આગળ આવે તે જરૂરી છે.