GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબીના મહારાણા સર્કલ નજીકથી વિદેશી દારૂની બોટલ સાથે ઈસમ ઝડપાયો
મોરબી બી ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન મહારાણા સર્કલ નજીક શંકાસ્પદ હાલતમાં ઉભેલ શખ્સની તલાસી લેતા થેલામાંથી વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની ૧૮ બોટલ મળી આવતા આરોપીની અટકાયત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર મોરબીના સામાકાંઠા વિસ્તારમાં સીટી બી ડિવિઝન પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં નીકળ્યા ત્યારે મહારાણા સર્કલ કડિયા બોર્ડિંગ નજીક શંકાસ્પદ હાલતમાં ઉભેલ શખ્સની તલાસી લેતા તેના પાસે રહેલ થેલામાંથી વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની ૧૯ નંગ શીલપેક બોટલ મળી આવી હતી. આથી આરોપી બળદેવભાઈ વશરામભાઈ પરમાર ઉવ.૩૫ રહે. મોરબી-૨ સાયન્સ કોલેજ પાછળ જીવરાજપાર્કવાળાની અટક કરી કુલ કિ. રૂ.૧૧,૫૦૦/-નો મુદ્દામાલ કબ્જે લઈ આરોપી સામે પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.