GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL
કાલોલ શહેર સહિત તાલુકાની વિવિધ મસ્જીદોમાં યોમે આસુરા ની વિશેષ નમાજ અદા કરાઇ

તારીખ ૧૭/૦૭/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકા પંથક સહિત નગર ખાતે મુસ્લિમ બિરાદરો દ્વારા મોહરમના પાવન પર્વમાં ગણાતા યોમે આસુરા ની ઉજવણી આંનદ અને ઉત્સાહ પૂર્વક યોમે આસુરા રાત્રે અને બુધવારની વહેલી સવારે નગર સહિત તાલુકાના તમામ મુસ્લિમ વિસ્તારોની મસ્જીદોમાં વિશેષ નફીલ નમાઝ ને લઈ અનેરો ઉત્સાહ મુસ્લિમ બિરાદરોમાં જોવા મળ્યો હતો જેમાં મંગળવારે રાત્રે અને બુધવારે સવારે કાલોલ નગર ખાતે આવેલ તમામ મસ્જિદો સહિત તાલુકાના એરાલ અને બોરુ સહિતના ગામોમાં જ્યાં મસ્જિદો આવેલી છે ત્યાં મુસ્લિમ બિરાદરોએ ઇસ્લામ ધર્મની માન્યતા મુજબ યોમે આસુરા ની મોટીસંખ્યામાં મુસ્લીમ બિરાદરો દ્વારા વિશેષ નમાઝ અદા કરી મોહરમ નાં પાવન પર્વ ની ઉજવણીનો આરંભ કર્યો હતો અને કરબલામાં શહિદ થયેલા તમામ શહિદોને શ્રદ્ધા સુમન અર્પણ કરવામાં આવ્યા હતા.






