કાંકરેજ અને દીઓદર તાલુકામાં શ્રી કાંકરેજી હિંદવાણી પરગણા પ્રજાપતિ સમાજનો નવતર પ્રયોગ..
સમયની સાથે ચાલવા માટે પરિવર્તન ઝંખતા સમાજ માટે નવતર પ્રયોગ…ગામે ગામ ખાટલા બેઠક
——————————
શ્રી કાંકરેજી હિંદવાણી પરગણા પ્રજાપતિ સમાજના પ્રમુખ અણદાભાઈ એસ.પ્રજાપતિ કુંવારવા,ઉપપ્રમુખ રામશીભાઈ પ્રજાપતિ રવેલ,મંત્રી વાલાભાઈ જી.પ્રજાપતિ રાજપુર,સહમંત્રી રમેશભાઈ એસ.પ્રજાપતિ લુદ્રાની ગત તા.૧૬/૦૬/૨૦૨૪ ના રોજ સમાજની ઉપસ્થિતિમાં સર્વાનુમતે વરણી થતા સમયની સાથે ચાલવા માટે પરિવર્તન ઝંખતા સમાજ માટે નવતર પ્રયોગને અનુલક્ષી કરોબારી ની રચના અને નવીન કારોબારીની સભ્યોની નિમણૂક અર્થે આજ રોજ તા.૧૭/૦૭/૨૦૨૪ ને બુધવારના રોજ સમાજકાર્યમાં સહયોગ આપવા કાંકરેજી પરગણા ના ગામોમાં સવારે ૮ કલાકે શિહોરી,૯.૩૦ કલાકે રતનપુરા,૧૧ કલાકે રવિયાણા, બપોરે ૧૨.૩૦ કલાકે
નાણોટા ખાતે ગં.સ્વ.સમુબેન કાળુભાઈ પ્રજાપતિને ત્યાં પહોંચતા સતાયુ વટાવી ચૂકેલ ગં.સ્વ.સમુબેન કાળુભાઈ પ્રજાપતિની ઉપસ્થિતિમાં બાળાઓ દ્વારા સ્વાગતગીત દ્વારા જ્યારે નાણોટાના પ્રજાપતિ ભાઈઓ દ્વારા પ્રમુખને પાઘડી બાંધી ઉપપ્રમુખ,મંત્રી,સહમંત્રી સહિત દરેક મહેમાનોને શાલ ઓઢાડી સન્માન કર્યું હતું. કાર્યક્રમ નું સંચાલન રસિકભાઈ પ્રજાપતિ એ કર્યું હતું.ભોજન લઈ ૨.૩૦ કલાકે ઝાલમોર સાંજે ૪ કલાકે રૈયા,૫.૩૦ કલાકે સણાદર વગેરે ગામોમાં ખાટલા બેઠક દ્વારા પ્રમુખે અનેક ચર્ચાઓ કરી નવીન કારોબારી સભ્યની નિમણૂકની માગણી કરતા અનેક નામોનું સૂચન કર્યું હતું.બુધવારે યોજાયેલ કાર્યક્રમમાં પ્રમુખ અણદાભાઈ એસ.પ્રજાપતિએ જ્ઞાતિજનોને જણાવ્યું હતું કે સમયની સાથે સમાજ ચાલે તે માટે આપ સૌ પરિવર્તન ઝંખી રહ્યા છો તે માટે આપણે સૌ સાથે મળી પ્રયત્નો કરશું તો જ પરીણામ મળશે ગામે ગામે ખાટલા બેઠકનું અભિયાન પણ શરૂ કર્યું છે.ગામે ગામે ખાટલા બેઠક યોજી મજબુત સંગઠન માટે અનોખો પ્રયાસ કર્યો છે.જે જે ગામની મુલાકાત લીધી છે ત્યાં ત્યાં સમાજના બંધારણ પાળવાની સાથે સાથે ડી.જે. એન્ટ્રી.,હલ્દી રસમ,કંકુ પગલાં જેવા દુષણોથી દુર રહેવાની ખાત્રી મળી છે.આ કાર્યક્રમમાં શ્રી બાર પરગણા ગુર્જર પ્રજાપતિ વિકાસ મંડળ પાટણના કન્વીનર ભારતીય જનતા પાર્ટીના અગ્રણી આગેવાન દક્ષ પ્રજાપતિ સમાજ વઢીયાર પરગણાના યુવાન કાર્યકર ઉમેશભાઈ પ્રજાપતિ નેકારીયા, સમાલ પરગણા પ્રજાપતિ સમાજ ના મંત્રી વિરચંદભાઈ પ્રજાપતિ, ઈન્દ્રમાણા સરપંચ રમેશભાઈ પ્રજાપતિ,પૂંજાભાઈ પ્રજાપતિ ભીલડી,હરિભાઈ પ્રજાપતિ માંડલા,દિનેશભાઈ પ્રજાપતિ ધાનેરા,કાંકરેજ પ્રેસરિપોર્ટર નટુભાઈ પ્રજાપતિ થરા,કાંતિભાઈ પ્રજાપતિ જય ભગવાન સહિત પ્રજાપતિ સમાજના ભાઈઓ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા.
નટવર.કે.પ્રજાપતિ,થરા