લીમખેડા તાલુકામાં શ્રી બી એમ ગોંદિયા વિદ્યા સંકુલ માં એન એસ એસ યુનિટ દ્વારા વૃક્ષારોપણ નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. શાળાના આચાર્ય દ્વારા વૃક્ષોનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું . વૃક્ષો આપણા માટે એક મહત્વપૂર્ણ કુદરતી સંપત્તિ છે વૃક્ષો એ ધરતીની શોભા છે અને આપણા સાચા મિત્રો પણ છે માટે તેમનું જતન કરવું એ આપણી ફરજ છે.. વૃક્ષોમાં આંબા સરગવો બીલી તેમજ અન્ય વૃક્ષો પણ રોપવામાં આવ્યા હતા. શાળાના એન એસ એસ યુનિટ ના કન્વીનરમિત્રો દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું..
સુરેશ પટેલ લીમખેડા