DAVE RUPALI

સત્યને પુરે પુરી રીતે લોકો સમક્ષ લાવનાર એટલે પત્રકાર….

આજ સુધીમાં ઘણાં લોકોએ મને પૂછ્યું છે કે જર્નાલિઝમ એટલે શું? એટલે આજે તેના પર લખવાનો મને વિચાર આવ્યો કારણ કે ઘણાં બધાં લોકોને જર્નાલિઝમ વિશે કંઈ જ ખબર નથી હોતી. ઓછું ભણેલાને ના ખબર હોય તે તો સમજી શકાય પણ ભણેલાં ગણેલા લોકોને પણ આનો સાચો અર્થ ખબર હોતો નથી.

જર્નાલિઝમ એટલે પત્રકાર.એવો સીધો સાદો અર્થ થાય છે પણ પત્રકાર એટલે કોઈ ન્યુઝમાં કામ કરતો કે જગ્યાએ જગ્યાએ જઈને લોકોના ઇન્ટરવ્યૂ લેતો માણસ એવો કરવામાં આવે છે.પરંતુ આવો સિમ્પલ અર્થ પત્રકારનો થતો નથી.હા,અમુક પાછાં મારા જેવા ભલા ભોળા માણસો હશે તો વિચારશે કે પત્ર લખતો માણસ એટલે પત્રકાર પણ આ અર્થ તો તદ્દન ખોટો જ છે.

જર્નાલિઝમની અંદર ઘણી બધી બાબતોનો સમાવેશ કરવામાં આવે છે.આજે પત્રકારત્વના માધ્યમો અખબાર અને પત્રિકાઓ પૂરતા સીમિત ન રહેતા રેડિયો, ટેલિવિઝન, વેબસાઈટ, સોશિયલ મીડિયા વગેરે સુધી વિસ્તરી ગયા છે. આપણે લોકો ટીવીના માધ્યમથી કે મોબાઇલ ફોનના માધ્યમથી અથવા કમ્પ્યુટર કે લેપટોપના માધ્યમથી જે કંઈ પણ જોઈએ છીએ તે બધાના મૂળમાં જર્નાલિઝમ રહેલું છે.

ટીવી પર આવતા સો માં જે એંકર એન્કરિંગ કરે છે તે એક જર્નાલિસ્ટ હોય છે તે એંકર જે બોલે છે તે શબ્દો લખનાર એક જર્નાલિસ્ટ હોય છે.આ સિવાય ન્યૂઝમાં જે બોલે છે અને જેના દ્વારા લખવામાં આવે છે તે બંને પાછળ એક જર્નાલિસ્ટનો જ હાથ હોય છે અને ન્યૂઝ પેપર લખનાર પણ જર્નાલિસ્ટ જ હોય છે.આ ઉપરાંત ઘણા બધા ક્ષેત્રોમાં કામ કરનાર જર્નાલિસ્ટ હોય છે.જર્નાલિઝમનું ક્ષેત્ર ખૂબ જ વિશાળ છે એટલે તેમને અમુક શબ્દોમાં કહી શકાય નહીં.

સત્યને પુરે પુરી રીતે લોકો સમક્ષ લાવનાર એટલે પત્રકાર.
પત્રકાર માટે ઘણી બધી વ્યાખ્યાઓ આપવામાં આવી છે પરંતુ એક સારો પત્રકાર એને જ કહી શકાય છે સાચી બાબતોને દુનિયાની સમક્ષ લાવી શકે અને બહુ જ ઓછા શબ્દોમાં તેને પ્રસ્તુત કરવાની સાથે સાથે એકદમ સાદી, સીધી અને સરળ ભાષામાં તેને અભિવ્યકત કરી શકે તે જ ઉત્તમ પત્રકાર કહી શકાય.પત્રકારના શબ્દો એવા હોવા જોઈએ જે ભણેલા અને અભણ બંને લોકો ખૂબ સહેલાઈથી સમજી શકે અને વાંચતા સમયે ભણેલાં માણસને એવું ન લાગે કે આ તેના માટે સાવ તુચ્છ શબ્દો છે અને અભણ માણસને એવું ન લાગે કે આ બહુ અઘરા શબ્દો છે હું નહીં સમજી શકું.

🙏🙏🙏 “Rup”

Back to top button
error: Content is protected !!