આત્મા અને પરમાત્માનું મિલન એટલે મંદિર જ્યાં મનને મળે શાંતિ
આત્મામાં જ પરમાત્મા સમાયેલા છે પણ આત્મા જ્યાં પરમાત્માને મળે છે અથવા તો જ્યાં બંનેનું મધુર મિલન થાય છે તે મંદિર એટલે કે હદયરૂપી મંદિર.આ મંદિરમાં જઈને મનને ખૂબ જ શાંતિ મળે છે.આ બધી અધ્યાત્મની વાતો છે પણ હકીકતમાં આપણે જ્યારે કોઈ પણ મંદિરમાં જઈએ છીએ ત્યારે મનને ખૂબ શાંતિ મળે છે મંદિરમાં વાતાવરણ એકદમ ભકિતમય બની જાય છે.
આપણા ઉતમ સાહિત્યકારો પણ પોતાના ભજનો મંદિરમાં જઈને જ ગાતાં હતા.આત્મા એટલે માનવીની અંદર રહેલો જીવ જે પરમાત્મામાંથી આવીને અંતે પરમાત્મામાં જ ભળી જાય છે.પરમાત્મા એ આ આત્માને સાચવવા માટે દેહ આપ્યું છે. જે દેહથી માનવી કે કોઈ પણ જીવ સારા તેમજ ખરાબ કર્મો કરીને અંતે તેની સમયાવધિ પૂર્ણ થતાં પરમાત્મામાં જ સમાય જાય છે.આ આત્મા દેહ ધારણ કરી અનેક વખત મંદિરમાં જઈને પરમાત્મા સાથે આત્માનું મિલન કરાવે છે અને દેહ રૂપી મનના દુઃખો શાંત કરી પછી પાછો પોતાના સ્થાને પહોંચી જાય છે.
❤️❤️❤️ “Rup”