RAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: ૧૨ વર્ષ વિકાસનાં, વિશ્વાસનાં, જનકલ્યાણનાં રાજકોટ જિલ્લામાં વિકાસને વેગ આપતાં ઊર્જા, પરિવહન, આરોગ્ય સહિતના ૩૨૦૦ કરોડના ‘અમૃત પ્રકલ્પો’

તા.૯/૬/૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

આલેખન-સંદીપ કાનાણી

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે ફેબ્રુઆરી-૨૦૨૪માં ખુલ્લા મુકાયેલા કરોડોના પ્રકલ્પોથી વિકાસને મળી નવી ગતિ

૬૬.કે.વી.ના પાંચ સબ સ્ટેશનથી ખેતી-ઉદ્યોગોને મળી પૂરતી વીજળી

એઈમ્સ, એમ.સી.એચ. હોસ્પિટલ બન્યાં ઉત્તમ આરોગ્ય સેવાના ઉદાહરણો

ડબલ ડેક રેલવેટ્રેક અને રોડ નેટવર્કથી પરિવહન બન્યું વધુ ઝડપી

Rajkot: રજાવડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના શાસનકાળમાં સૌરાષ્ટ્ર-કચ્છને અબજો રૂપિયાના વિકાસ પ્રકલ્પોની ભેટ મળી રહી છે. જેના કારણે આ પ્રદેશમાં આર્થિક-સામાજિક વિકાસ પણ નવી ઊર્જા સાથે વધુ વેગવાન બન્યો છે.

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ બે વર્ષ પહેલા ફેબ્રુઆરી-૨૦૨૪માં રાજકોટ ખાતેથી રૂ. ૪૮ હજાર કરોડના વિવિધ વિકાસ પ્રકલ્પોના ખાતમુહૂર્ત-લોકાર્પણ કર્યા હતા. જેમાં રાજકોટ જિલ્લાને રૂ. ૩૨૯૧ કરોડના વિકાસકામોનો લાભ મળ્યો છે. એઈમ્સ, ડબલ રેલવે ટ્રેક, વીજ વિતરણ વ્યવસ્થા તેમજ આંતરમાળખાકીય સુવિધાને લગતા વિકાસ પ્રકલ્પોથી આ વિસ્તારની રોનક બદલાઈ ગઈ છે.

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ રાજકોટ જિલ્લામાં ઊર્જા અને પેટ્રોલિયમ વિભાગના ૬૬ કે.વી.ના પાંચ સબ સ્ટેશનનું લોકાર્પણ કર્યું હતું. આશરે રૂપિયા ૪૦ કરોડના ખર્ચે સાકાર આ સબ સ્ટેશનોથી ખેતી, ઉદ્યોગ તથા ઘરેલુ વપરાશ માટે ગુણવત્તાયુક્ત અવિરત વીજપૂરવઠો મળવા લાગ્યો છે. આ સબ સ્ટેશનોનો લાભ રાજકોટ ઉપરાંત પોરબંદર પંથકના ગામોને પણ થઈ રહ્યો છે.

વડાપ્રધાનશ્રીએ રાજકોટ અને સમગ્ર સૌરાષ્ટ્રને ઉત્તમ આરોગ્ય સેવાના સરનામા સમાન એઈમ્સની ભેટ આપી છે. આશરે રૂ. ૧૧૯૫ કરોડના ખર્ચે બનેલી આ એઈમ્સ રાજકોટ, સૌરાષ્ટ્રના લોકોને સાવ નજીવા ખર્ચે ઉત્તમ સારવાર પૂરી પાડવા સાથે મેડિકલ ક્ષેત્રના વિકાસ તેમજ સ્થાનિક રોજગારીને પણ વેગ આપી રહી છે.

માતા-આરોગ્યની દરકાર કરતાં રાજકોટમાં રૂ.૧૨૦ કરોડના ખર્ચે ગુજરાતની સૌથી ઊંચી ૧૧ માળની નવી “મેટરનિટી એન્ડ ચાઈલ્ડ હેલ્થ હોસ્પિટલ”નું નિર્માણ કરવામાં આવ્યું છે. કુલ ૭૯૩ બેડની આ હોસ્પિટલમાં માત્ર રાજકોટ નહીં, સૌરાષ્ટ્રભરની સગર્ભા મહિલાઓ અને બાળકોને એક જ સ્થળે સંપૂર્ણ સારવાર મળે છે.

રાજકોટને અમદાવાદ તથા દેશના અન્ય વિસ્તારો સાથે ઝડપી રેલ સેવાથી જોડતા પ્રકલ્પ, રાજકોટ-સુરેન્દ્રનગર ડબલ રેલવે ટ્રેકનું પણ વડાપ્રધાનશ્રીએ લોકાર્પણ કર્યું હતું. આશરે રૂ. ૧૩૯૯ કરોડના ખર્ચે સાકાર થયેલા આ રેલ ટ્રેકથી રાજકોટ-સૌરાષ્ટ્રનું રેલ નેટવર્ક ઝડપી બની રહ્યું છે. રાજકોટની અન્ય રાજ્યો સાથે રેલ કનેક્ટિવિટી વધુ સુગમ અને ઝડપી બની રહી છે. આ ટ્રેકથી માળખાગત ક્ષમતા વધતાં અધિક પ્રમાણમાં રેલવે ટ્રાફિકનું સંચાલન થઈ રહ્યું છે.

વડાપ્રધાનશ્રીએ માર્ગ અને મકાન વિભાગ હેઠળના, સૌરાષ્ટ્રના આંતરમાળખાકીય રોડ નેટવર્કને વધુ સુદ્રઢ કરતાં પ્રકલ્પની પણ ભેટ આપી છે. જેમાં રાજકોટ-પોરબંદર વચ્ચે સુપેડી, ચિત્રાવડ, માત્રાવડ, જામદાદર રોડના રૂ.૪૨ કરોડના કામોનો સમાવેશ થાય છે. આ રોડથી કૃષિ કાર્ય સાથે જોડાયેલા ગામોને વધુ સારી રોડ કનેક્ટિવિટી ઉપલબ્ધ થઈ છે. જેના કારણે લોકોને મુસાફરી સાથે ખેડૂત ભાઈઓને પોતાના ખેત ઉત્પાદનોને ખેતરથી બજાર કે તાલુકા મથક સુધી લઈ જવાનું વધુ સરળ બન્યું છે. તેમના સમય, શક્તિ, ઈંધણની સાથે નાણાની બચત થઈ રહી છે. ઝડપી, સુવિધાજનક મુસાફરીથી સ્થાનિક અર્થતંત્રને પણ વેગ મળ્યો છે.

વડાપ્રધાનશ્રીએ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા “અમૃત” સ્કીમ હેઠળ કુલ રૂ.૧૦૮.૪૭ કરોડના વિવિધ વિકાસ પ્રોજેક્ટનું લોકાર્પણ કરીને શહેરને મોટી ભેટ આપી છે. જેમાં જેટકો ચોકડી ખાતે નિર્માણ પામેલ ૫૦ MLD ક્ષમતાના વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, રૈયાધાર સ્માર્ટ સિટી ખાતે નિર્માણ પામેલ ૮ MLD ક્ષમતાના ટર્શરી ટ્રીટમેન્ટ પ્લાન્ટ, ન્યારી ડેમથી જેટકો સુધી અને પુનિતનગર, ૮૦ ફૂટ રોડથી વાવડી હેડ વર્કસ સુધીની પાઇપલાઈનના બે પ્રોજેક્ટ અને જુદા-જુદા ૬ પમ્પિંગ સ્ટેશનની મશીનરીના ઓગમેન્ટેશન પ્રોજેક્ટનો સમાવેશ થાય છે.

રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ “રૂડા” દ્વારા કુલ રૂ.૯૫.૧૪ કરોડના ખર્ચે પૂર્ણ કરાયેલી ૨૨ ગામો માટેની પાણી પુરવઠા યોજનાનું લોકાર્પણ વડાપ્રધાનશ્રીના હસ્તે કરાયું હતું.

આ સાથે અમૃત મિશન ૨.૦ અંતર્ગત રૂ.૨૯૧.૪૯ કરોડના ૨૨ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરાયું હતું.

Back to top button
error: Content is protected !!