Rajkot: રાજકોટ ખાતે રાજ્યકક્ષાની અંડર-૧૫ બોયઝ સુબ્રતો કપ ફૂટબોલ સ્પર્ધા યોજાઈ

તા.૨૪/૭/૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
રાજ્યની 33 ટીમોએ સ્પર્ધામાં ઉત્સાહભેર ભાગ લીધો : વડોદરાની ટીમ વિજેતા બનતા રાષ્ટ્રીય કક્ષાએ ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે
Rajkot: રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગર આયોજિત જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી, રાજકોટ સંચાલિત રાજ્યકક્ષા અંડર-૧૫ બોયઝ સુબ્રતો કપ ફૂટબોલ સ્પર્ધાનું રાજકોટ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું.
રાજકોટની ધ સનસાઇન સ્કૂલ તેમજ ટી.જી.ઈ.એસ. સ્કૂલ તરઘડી ખાતે તા ૨૦/૭/૨૬ થી તા ૨૪/૭/૨૬ દરમ્યાન યોજોયેલી ફૂટબોલ સ્પર્ધામાં ગુજરાત રાજ્યમાંથી જુદા જુદા જિલ્લાની ૩૩ ટીમોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
આ સ્પર્ધામાં પ્રથમ ક્રમે વડોદરા શહેર, બીજા ક્રમાંકે સુરત શહેર તેમજ ત્રીજા નંબરે કચ્છ જિલ્લો વિજેતા બન્યો છે. તમામ વિજેતા ટીમને જિલ્લા રમત ગમત અધિકારીશ્રી વી.પી. જાડેજાના હસ્તે મેડલ, ટ્રોફી અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતાં. પ્રથમ વિજેતા ટીમ રાષ્ટ્રીય કક્ષાએ ગુજરાતનું પ્રતિધિત્વ કરશે.




