GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO
Rajkot: પેઢલા-કેરાળા-ભાદરા રોડ પર વાહનવ્યવહાર પુન: શરૂ; ઝાડી-ઝાંખરા દૂર કરવાની કામગીરી પૂર્ણ

તા.૨૪/૭/૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: જિલ્લા માર્ગ અને મકાન વિભાગ, રાજકોટ દ્વારા એન.એચ. ટુ પેઢલા-કેરાળા-ભાદરા રોડ પર ચેઇનેજ ૭/૮૦૦ ખાતે આવેલા કોઝવે પર ફસાયેલા ઝાડી-ઝાંખરા તથા કચરો દૂર કરવાની સાફ-સફાઈ કામગીરી પૂર્ણ કરી માર્ગ પર વાહનવ્યવહાર પૂર્વવત કરવામાં આવ્યો છે. આ સાથે જ જિલ્લા માર્ગ અને મકાન વિભાગ, રાજકોટ દ્વારા તમામ વાહનચાલકોને અનુરોધ કરવામાં આવ્યો છે કે, વરસાદમાં રસ્તા પર સાવચેતીપૂર્વક વાહન ચલાવે અને પોતાની તેમજ અન્યોની સુરક્ષાને પ્રાથમિકતા આપવી જોઇએ.




