BANASKANTHAPALANPUR
“સમતા વિદ્યાવિહાર બાલમંદિર અને પ્રાથમિક શાળા પાલનપુરમાં ગુરુપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી”

બનાસકાંઠા જિલ્લા વણકર સમાજ કેળવણી મંડળ પાલનપુર સંચાલિત સમતા વિદ્યાવિહાર બાલમંદિર અને પ્રાથમિક વિભાગ દ્વારા આજે ગુરુપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી જેમાં શાળાના શિક્ષકોએ ગુરુનું મહત્વ સમજાવ્યું અને શાળાના વિદ્યાર્થીઓએ ગુરુપૂર્ણિમાં વિશે વક્તવ્ય રજૂ કર્યું. ત્યારબાદ શાળાની વિદ્યાર્થીનીઓએ શાળાના શિક્ષક ભાઈ-બહેનોને કંકુ તિલક કરીને આશીર્વાદ મેળવ્યા. આજની ઉજવણીમાં સમગ્ર વિદ્યાર્થીઓએ ખૂબ જ હર્ષ ઉલ્લાસથી ભાગ લીધો.બનાસકાંઠા જિલ્લા વણકર સમાજ કેળવણી મંડળના પ્રમુખશ્રી બાબુભાઈ પી સોલંકી, મહામંત્રીશ્રી હરિભાઈ એન સોલંકી અને મેનેજિંગ ટ્રસ્ટીશ્રી જે.સી.ઈલાસરીયા સાહેબે બાલમંદિર અને પ્રાથમિક શાળાના બાળકોને માર્ગદર્શન આપનાર શિક્ષકોને અને આજની ગુરુપૂર્ણિમાની ઉજવણીમાં ભાગ લેનાર નાના બાળકોને પ્રોત્સાહિત કર્યા.







