BANASKANTHAGUJARATPALANPUR

ડીસા ખાતે બનાસકાંઠા જિલ્લા મેગા પ્લેસમેન્ટ ફેર -૨૦૨૬નું આયોજન કરાયું

2 માર્ચ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા

KCG અને શિક્ષણ વિભાગના સંયુક્ત પ્રયાસથી ૨૫૨ સ્થાનિક વિદ્યાર્થીઓને રોજગારીની તક મળી
રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ અને Knowledge Consortium of Gujarat (KCG) દ્વારા બનાસકાંઠા જિલ્લાના સરકારી અને અનુદાનિત ટેકનિકલ તેમજ ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં સ્નાતક અને અનુસ્નાતકના અંતિમ વર્ષમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને રોજગારની ઉત્તમ તક ઉપલબ્ધ કરાવવા હેતુસર જિલ્લા સ્તરે મેગા પ્લેસમેન્ટ ફેરનું આયોજન કરવામાં આવ્યું હતું.આ અંતર્ગત ડી.એન.પી.આર્ટ્સ કોલેજ, ડીસા ખાતે બનાસકાંઠા જિલ્લા મેગા પ્લેસમેન્ટ ફેર – ૨૦૨૬ યોજાયો હતો. આ પ્લેસમેન્ટ ફેરમાં જિલ્લાના કુલ ૧૪ સરકારી અને અનુદાનિત કોલેજના અંતિમ વર્ષના બી.ઇ., ડિપ્લોમા, બી.સી.એ., બી.એસ.સી., એમ.એસ.સી., બી.એ., બી.કોમ. અને એમ.કોમ.ના નોંધાયેલ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.આ ફેર દરમિયાન વિવિધ ક્ષેત્રોના કુલ ૧૨ ઔદ્યોગિક એકમોના પ્રતિનિધિઓ દ્વારા વિદ્યાર્થીઓના ઈન્ટરવ્યૂ લેવામાં આવ્યા હતા. સમગ્ર પ્રક્રિયા દરમિયાન વિદ્યાર્થીઓમાં ઉત્સાહ અને આત્મવિશ્વાસ જોવા મળ્યો હતો. પ્લેસમેન્ટ ફેર – ફેબ્રુઆરી ૨૦૨૬ દરમ્યાન કુલ ૨૫૨ વિદ્યાર્થીઓને જુદા જુદા ઔદ્યોગિક એકમોમાં નોકરી માટે પસંદ કરવામાં આવ્યા હતા. આ આયોજનથી જિલ્લામાં અભ્યાસ કરતાં યુવાઓને સ્થાનિક સ્તરે રોજગારની તક પ્રાપ્ત થઈ છે.

Back to top button
error: Content is protected !!