થરા ખાતે ઓગડ તાલુકા ભાજપ મહિલા મોરચા દ્વારા ગૌરી વ્રત કરતી દીકરીઓનું પૂજન અને ફળ વિતરણ કરાયું
થરા ખાતે ઓગડ તાલુકા ભાજપ મહિલા મોરચા દ્વારા ગૌરી વ્રત કરતી દીકરીઓનું પૂજન અને ફળ વિતરણ કરાયું

થરા ખાતે ઓગડ તાલુકા ભાજપ મહિલા મોરચા દ્વારા ગૌરી વ્રત કરતી દીકરીઓનું પૂજન અને ફળ વિતરણ કરાયું..
ઓગડ તાલુકા ના મુખ્ય મથક થરા મા આવેલ સાંઈ ટાઉન શીપ ખાતે ઓગડ તાલુકા ભાજપા મહિલા મોરચાના પ્રમુખ હેતલબેન કોટક, મહા મંત્રી નિકિતાબેન ભેમાભાઈ પ્રજાપતિ રતનપુરા (ઊણ), આશાબેન ચૌધરી દ્વારા આજે ગૌરીવ્રત કરતી દીકરીઓનું પૂજન કરી ફળનું વિતરણ કરવામાં આવ્યું હતું.મહિલા મોરચા ના હોદ્દેદારોએ દીકરીઓને ધર્મ અને સંસ્કાર પ્રત્યે જાગૃત રહેવા પ્રેરિત કરી હતી.ભારતીય સંસ્કૃતિ અને પરંપરાને જાળવી રાખવાના હેતુથી આયોજિત આ કાર્યક્રમમાં વિશાળ સંખ્યામાં દીકરીઓ અને મહિલાઓ ઉપસ્થિત રહી હતી.ગૌરીવ્રત કરતી દીકરીઓનું કંકુ તિલક અક્ષત થી પૂજન કરીને તેમને ફળ આપીને શુભેચ્છા પાઠવવામાં આવી.ત્યારે સોસાયટીના રહીશો સહીત ઓગડ તાલુકા ભાજપા મહિલા મોરચાના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.
નટવર કે.પ્રજાપતિ,થરા
મો. 99795 21530







