શ્રમિક વિકાસ સંસ્થા હેઠળ ની આશ્રમ શાળાઓ વિરેન્દ્રગઢ સાવડા દેગામ વ્રત પૂજા ઉજવણી
વિધાર્થીનીઓએ પરંપરાગત પહેરવેશ સાથે ઉજવ્યો વ્રતપૂજા ઉત્સવ

તા.20/07/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
વિધાર્થીનીઓએ પરંપરાગત પહેરવેશ સાથે ઉજવ્યો વ્રતપૂજા ઉત્સવ
સુરેન્દ્રનગરની શ્રમિક વિકાસ સંસ્થા હેઠળ સંચાલીત આશ્રમ શાળાઓ જેમાં ધાંગધ્રા તાલુકામાં વિરેન્દ્રગઢ પાટડી તાલુકાના દેગામ અને સાવડા ગામે શિક્ષણ સંસ્થાઓ ચાલે છે આ આશ્રમ શાળાઓ ખાસ મીઠા ઉધોગોમાં કામ કરતાં અગરિયાના બાળકો અભ્યાસ કરી રહ્યા છે જેનુ સંચાલન તૃપ્તિ બેન શુક્લ અને આચાર્ય શિક્ષક ટીમ દ્વારા સુવ્યવસ્થિત રીતે થઈ રહ્યા છે ત્યારે તમામ શાળાઓમાં અભ્યાસ કરતી વિધાર્થીની કન્યાઓ દ્વારા હાલ ચાલી રહેલ વ્રતપુજાનું આયોજન કરવામાં આવેલ હોય મોળાકત તરીકે આ બાળાઓ ઉપવાસ કરતી હોય છે અને ફકત ફરાળ જ લેતા હોય ત્યારે શાળા દ્વારા સવારે મોળુ જમવાનું અને સાંજે ફરાળ સાથે બપોરના સુકામેવા ફ્રુટ રાખવામાં આવેલ સાંજે ગરબાની રમઝટ સાથે અવનવી રમતો સાથે ઉજવણી કરવામાં આવેલ સાથે તમામ શાળાઓના આચાર્યઓ શિક્ષકો દ્વારા સુંદર આયોજન કરવામાં આવેલ હતું.




