GUJARATHALOLPANCHMAHAL

હાલોલ જીઆઇડીસી ખાતે મેગા રક્તદાન શિબિર યોજાઇ,101 રક્તદાતાઓએ રક્તદાન કર્યું

 

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૨૦.૭.૨૦૨૪

લાયન્સ ક્લબ ઓફ હાલોલ સનરાઈઝ,પોલીસ વિભાગ હાલોલ, જીઆઇડીસી ઇન્ડ.એશોશીએશન હાલોલ અને મસવાડ તેમજ હાલોલ મહાજન આરોગ્ય મંડળ સંચાલિત પોલીકેબ વેલ્ફેર ફાઉન્ડેશન બ્લડ સેન્ટર ના સંયુક્ત ઉપક્રમે હાલોલ જીઆઇડીસી એસોશીએશન હોલ ખાતે મેગા રક્તદાન શિબિર નું આયોજન કરવામાં આવ્યું હતું.યોજાયેલ રક્તદાન શિબિરમાં 101 રક્તદાતાઓ એ રક્તદાન કર્યું હતું.લાયન્સ ક્લબ ઓફ હાલોલ સનરાઈઝ,પોલીસ વિભાગ હાલોલ, જીઆઇડીસી ઇન્ડ.એશોશીએશન હાલોલ અને મસવાડ તેમજ હાલોલ મહાજન આરોગ્ય મંડળ સંચાલિત પોલીકેબ વેલ્ફેર ફાઉન્ડેશન બ્લડ સેન્ટર ના સંયુક્ત ઉપક્રમે રક્તદાન એ મહાદાન રક્ત નું એક બુંદ કોઈ ને જીવ બચાવી શકે તેવા શુભ આશય સાથે આ મેગા રક્તદાન શિબિરનું અયોજન કરવામાં આવ્યું હતું. યોજાયેલા રક્તદાન શિબિર હાલોલ જીઆઇડીસી એસોશીએશન હોલ ખાતે સવારે 9.00 કલાકે દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે હાલોલ પ્રાંત અધિકારી પી.એલ. વિઠાણી,હાલોલ નાયબ પોલીસ અધિક્ષક વી.જે.રાઠોડ,હાલોલ રૂરલ પોલીસ મથકના પીઆઈ આર.એ.જાડેજા,હાલોલ ટાઉન પોલીસ મથકના પીઆઈ કે.એ. ચૌધરી તેમજ લાયન્સ ક્લબ ઓફ હાલોલ સનરાઈઝ ના પ્રમુખ ચેતન વાળંદ સેક્રેટરી શૈલેષ ઠાકોર સહીત ક્લબ ના હોદ્દેદારો અને સભ્યો ઉપરાંત હાલોલ તેમજ મસવાડ જીઆઇડીસી એસોશિએશન ના પ્રમુખ વીરજીભાઈ પટેલ અને વિજયભાઈ પટેલ લઘુ ઉધોગ ભારતી ના પ્રમુખ મદનલાલ ભટ્ટ, ઉપસ્થિત રહી રક્તદાતા ઓ નો ઉત્સાહ વધાર્યો હતો.યોજાયેલ શિબિરમાં 101 ઉપરાંત રક્તદાતાઓ એ રક્તદાન કર્યું હતું. જેને લઇ લાયન્સ ક્લબ ઓફ હાલોલ સનરાઈઝ,પોલીસ વિભાગ હાલોલ,જીઆઇડીસી ઇન્ડ.એશોશીએશનો તેમજ રક્તદાતાઓ નો હાલોલ મહાજન આરોગ્ય મંડળ ના પ્રમુખ ભરતભાઈ પરીખે આભાર વ્યક્ત કર્યો હતો.

Back to top button
error: Content is protected !!