તા.૨૬.૦૮.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Limkheda:પીપલોદ ગામના મુખ્ય માર્ગની હાલતથી લોકો પરેશાન – અકસ્માતો વધ્યા
દાહોદ જિલ્લાના દેવગઢબારિયા તાલુકાના પીપલોદ ગામમાં રસ્તાની ખરાબ હાલતને કારણે લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે. ખાસ કરીને પીપલોદ બારીયા રોડ ચોકડીથી લઈને સરકારી દવાખાના સુધીનો માર્ગ અત્યંત ખરાબ હાલતમાં જોવા મળી રહ્યો છે.આ માર્ગ પર મોટા મોટા ખાડા (૨ થી ૩ ફૂટ સુધી) પડવાથી વારંવાર નાના મોટા અકસ્માતો બની રહ્યા છે, જેના કારણે અનેક લોકો ઘાયલ પણ થયા છે. ગ્રામજનો જણાવે છે કે રોડનું રીપેરીંગ કાર્ય માત્ર દેખાવ પૂરતું કરવામાં આવે છે, તેમાં હલકી ગુણવત્તાનો ઉપયોગ થવાથી થોડા દિવસોમાં જ રસ્તો ફરીથી ખરાબ હાલતમાં આવી જાય છે.ગામજનો દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં સંબંધિત અધિકારીઓ દ્વારા કોઈ યોગ્ય પગલાં લેવામાં આવ્યા નથી. લોકોમાં એવો આક્ષેપ છે કે અધિકારીઓ મોટી દુર્ઘટનાની રાહ જોઈને બેઠા હોય તેમ લાગી રહ્યું છે.ઉલ્લેખનીય છે કે આ માર્ગ પીપલોદને લગતા ૨૦ થી ૨૫ ગામોને જોડે છે, જેથી હજારો લોકોના રોજિંદા અવરજવર પર સીધી અસર પડે છે. હાલ લોકોમાં ભારે આક્રોશ ફેલાયો છે અને તેઓ સવાલ ઉઠાવી રહ્યા છે કે આ રોડનું રીપેરીંગ ક્યારે કરવામાં આવશે? રિપોર્ટર વિપુલકુમાર બારીયા