GUJARATMORBIMORBI CITY / TALUKO
WANKANER:દીઘલિયા પ્રાથમિક શાળામાં દાતા તરફથી ૯૦ ડઝન લોંગ બુકનું વિતરણ કરાયું

WANKANER:દીઘલિયા પ્રાથમિક શાળામાં દાતા તરફથી ૯૦ ડઝન લોંગ બુકનું વિતરણ કરાયું
૨૦ જુલાઈ, ૨૦૨૪, શનિવારના રોજ મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના દીઘલિયા ગામમાં આવેલ શ્રી દીઘલિયા પ્રાથમિક શાળામાં દાતા તરફથી 90 ડઝન લોંગ બુકનું વિતરણ કરવામાં આવ્યું હતું. થાણે ડિસ્ટ્રિક્ટ વિમેન ફોર ચેંજ પ્રમુખ બિજલબેન જગડ, મહિન્દ્રભાઈ અને એમના સાથીદાર દાતાઓના સહયોગથી 90 ડઝન લોંગ બુકનું વિતરણ કરવામાં આવ્યું હતું. શ્રી દીઘલિયા પ્રાથમિક શાળાના આચાર્ય સતીશકુમાર સરડવા તથા શિક્ષક સ્ટાફ નરેન્દ્રભાઈ કાલરિયા, તૌસિફભાઈ બાવરા, આરઝૂબેન મન્સૂરી અને નુસરતબેન શેરસીયા દ્વારા આ લોંગ બુક્સનું બાળકોને વિતરણ કરવામાં આવ્યું હતું. શ્રી દીઘલિયા પ્રાથમિક શાળાના સ્ટાફ અને વિદ્યાર્થીઓએ દાતાઓનો આભાર વ્યક્ત કર્યો હતો.








