યાત્રાધામ પાવાગઢ ખાતે ગુરુપૂર્ણિમા પર્વ અને રવિવાર ની રજા ને લઈ ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું
રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૨૧.૭.૨૦૨૪
આજે ગુરુપૂર્ણિમા પર્વ અને રવિવાર ની રજા ને લઈ ૫૧ શક્તિપીઠ પૈકી એક એવા યાત્રાધામ પાવાગઢ ખાતે ભક્તો નું ઘોડાપુર ઉમટ્યું હતી જેમાં બે લાખ ઉપરાંત માઇ ભક્તો ઉમટી પડી માતાજીના ચરણ માં શીશ નમાવી ધન્યતા અનુભવી હતી. જોકે પાવાગઢ તળેટી ખાતે વિવિધ આશ્રમો આવેલા છે. તે ગુરુઓને ગુરુવંદના કરવા માટે પણ મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. 51 શક્તિપીઠ પૈકીનું એક શક્તિપીઠ પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાના પાવાગઢ ડુંગર ખાતે બિરાજમાન જગતજનની માં શ્રી કાલીકા મંદિર છે.જેણે લઈ તેના દર્શનાર્થે માઇ ભક્તો વર્ષ દરમ્યાન ચૈત્રી તેમજ આસો નવરાત્રી તેમજ શનિ, રવિવાર રજા તેમજ આઠમ, પૂનમ ના રોજ માતાજીના દર્શનનો વિશેષ મહિમા હોય છે. આ ઉપરાંત પાવાગઢ તળેટી ખાતે અનેક વિવિધ આશ્રમો તથા જૈન મંદિરો પણ આવેલા છે. જયારે યુનેસ્કો દ્વારા પાવાગઢ ચાંપાનેર ને વર્લ્ડ હેરિટેજ જાહેર કરવામાં આવ્યો છે.જેને લઇ પાવાગઢ ખાતે વર્ષ દરમ્યાન લાખો ની સંખ્યા માં માઇ ભક્તો તેમજ સહેલાણીઓ ઉમટી પડે છે. તેમાં પણ હાલમાં વર્ષાઋતુનો માહોલ જમતા વરસાદી મોસમમાં ડુંગર જાણે વાદળો ની ફોજ સાથે સંતાકૂકડી રમતો હોય તેવો નઝારો જોવા મળે છે. જેને લઇ સહેલાણીઓ ફરવામાં માટે મોટી સંખ્યામાં ઉમટી પડે છે.આજે ગુરુપૂર્ણિમા પર્વ અને રવિવાર ની રજા ને લઈ યાત્રાધામ પાવાગઢ ખાતે બે લાખ ઉપરાંત માઇ ભક્તો માતાજીના દર્શન કરવા ઉમટી પડતા યાત્રિકો ની સુરક્ષા અને સલામતી ના ભાગ રૂપે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.તેમજ ટ્રાફિક નિયમન કરવા પાવાગઢ તળેટી થી માંચી ડુંગર સુધી ખાનગી વાહનો પર પ્રતિબંધ હોવાથી ફક્ત એસટી બસો જતી હોવાથી એસટી નિગમ દ્વારા ગતરોજ શનિવાર ની મોડી રાત્રી થીજ એસટી બસો દોડવામાં આવી છે.જોકે અમુક સમયે ડુંગર પર ભીડ વધી જવાથી નીચે થી યાત્રિકો ને લઇ ને આવતી એસટી બસો પર રોક મુકવી પડતી હતી. ટ્રાફિક હળવું થાય ત્યારે રાબેતા બુજબ ફરી ચાલુ કરવામાં આવતી હતી.ભારે ભીડ ને કારણે કેટલાક પરિવારો છુટા પડી જવાના બનાવો બનતા પોલીસ પોઈંટ પર જાહેરાત કરી છુટા પડેલા પરિવારોનું પુનઃ મિલાન કરાવી પોલીસની સહાનીય કામગીરી ને પણ યાત્રિકો એ બિરદાવી હતી.આજે ભારે ભીડ ને કારણે ટ્રાફિક જામ ના દ્રશ્યો જોવા મળ્યા હતા. ખાનગી વાહનો ઉપર જતા ન હોવાને કારણે યાત્રિકો ને પાવાગઢ તળેટી ખાતે વાહનો પાર્ક કરતા પાવાગઢ ને જોડતા તમામ માર્ગો પર ગાડીઓની લાંબી લાઈનો જવા મળી હતી.