મહીસાગર જીલ્લા આરોગ્ય વિભાગના 41 કર્મચારીઓની બદલી થતાં ખળભળાટ

મહીસાગર જિલ્લા આરોગ્ય વિભાગના 41 કર્મચારીઓની બદલી થતા ખળભળાટ
રિપોર્ટર….
અમીન કોઠારી મહીસાગર
બપોર પછી ગુલ્લીઓ મારતા ડોક્ટરો બચ્યા તો કેટલાક નિર્દોષ કર્મચારીઓની બદલી થતા પાપડી ભેગી ઈયળ બફાઈ હોય તેવો ઘાટ…
મહીસાગર જિલ્લા આરોગ્ય વિભાગ પાછલા કેટલાય સમયથી ચર્ચામાં છે હાલ HB ટેસ્ટ જેવી તપાસો ચાલી રહી છે તેવામાં જિલ્લાના 41 કર્મચારીઓની બદલી થતા ખળભળાટ જોવા મળ્યો હતો ત્યારે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે આકસ્મિક ચેકીંગ દરમ્યાન ગેરહાજર તેમજ નબળી કામગીરી કરનાર કર્મચારીઓની બદલી કરવામાં આવી છે પરંતુ ચેકીંગ દરમ્યાન મોટા ભાગના કર્મચારીઓ હાજર ન હતા જ્યારે કેટલાક કર્મચારીઓ CL પર તો કેટલાક કર્મચારીઓ સ્કૂલોમાં HB ટેસ્ટ માટે ગયા હતા તો એક કર્મચારીને રિટાયરમેન્ટના માત્ર દોઢ વર્ષ જેટલો સમય બાકી હોવાના કારણે વતનનો લાભ મળવો જોઈએ પરંતુ વતનથી દૂર બદલી કરવામાં આવી છે જ્યારે સારી કામગીરીની વાત કરીએ તો કેટલાક કર્મચારીની સારી કામગીરી પણ હતી તેમ છતાં બદલી કરવામાં આવતા પાપડી ભેગી ઈયળ બફાઈ હોય તેવો ઘાટ જોવા મળ્યો હતો. જ્યારે સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું કે કેટલીક PHC સેન્ટરો પર બાપેર પછી ડોક્ટરો હજાર રહેતા નથી પરંતુ તેમના પર કાર્યવાહી કરવામાં ન આવી અને નાના કર્મચારીઓ પર કાર્યવાહી કરતા કર્મચારીઓમાં રોષ જોવા મળ્યો હતો ત્યારે જિલ્લામાં તલાટી કમ મંત્રી સહિત અનેક કર્મચારીઓ ગુલ્લીઓ મારતા હોવાની મોટા પાયે ફરિયાઓ મળી છે ત્યારે જિલ્લા વિકાસ અધિકારી અન્ય ખાતાના કર્મચારીઓ પર કાર્યવાહી કરે છે કે કેમ તે જોવાનું રહ્યું.
બોક્ષ:-
12 તારીખે મુલાકાત લેતા નાની-મોટી ભૂલો જણાતા કેટલાક લોકો ઘેર હજાર હતા અનેક કેટલાક લોકોની કામગીરી જોતા તેમજ વહીવટી નમૂના રૂપ બદલી કરવામાં આવી છે. ચંદ્રકાન્ત પટેલ, જિલ્લા વિકાસ અધિકારી
બોક્ષ:-
જિલ્લા આરોગ્યની ટીમો દ્વારા સર્વેની કામગીરી દરમિયાન પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વિસ્તારના મોન્સુન રિપોર્ટમાં આર સી ટેસ્ટ નેગેટિવ મળતા તેમજ 07 જેટલા પાણીના લાઈન લીકેજ નગરપાલિકા કે સ્થાનિક ગ્રામ પંચાયત દ્વારા રિપેર કરવામાં ન આવતા મહીસાગર જીલ્લા વિકાસ અધિકારી દ્વાર જીલ્લા ના 6 તાલુકા વિકાસ અધિકારી અને 3 ચીફ ઓફિસર ને આપી નોટીસ આપવામાં આવી છે રોગચાળો ન ફેલાય તે માટે ગામડાઓ અને શહેરો માં લાઈન લીકેજ યુદ્ધ ના ધોરણે રિપેર કરવા સૂચના આપી છે અને જો યુદ્ધ ના ધોરણે લીકેજ રિપેર નહીં થાય તો ફરજમાં બેદરકારી અને શિક્ષાત્મક કાર્યવાહી કરવા પણ આપી સૂચનાઓ આપી હતી.



