GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ મોગલવાડા અને ભડીયાદરા પીર પાસે ગંદકીને લીધે ચાંદી પુરમ વાઈરસ ફેલાવવાની શક્યતાઓ લઇ લોકોમાં ભારે આક્રોશ.

 

તારીખ ૨૩/૦૭/૨૦૨૪

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ જુમ્મા મસ્જિદ સામે મોગલવાડા વિસ્તારમાં અનિયમિત સાફસફાઇ લઇને ચાંદીપુરા વાઇરસ ખતરો ઉભો છે ત્યારે એક ખંડેર બંધ હાલતમાં માટી અને લીંપણ વાળું મકાનની આજુબાજુ ભારે કચરો હોય ગંદકીને કારણે ચાંદીપુરા જેવી જીવલેણ બીમારી સર્જે તેવા સંજોગોમાં પણ ગંદકી ની સાફસફાઇ કરવામાં આવતી નથી અને જેને લઇ ચોમાસામાં માખી અને મચ્છરોનો ઉપદ્રવ વધી ગયો હોય લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. તબીબી સૂત્રો અનુસાર આ વાયરસ સેન્ડફ્લાય કે જે બાલુમાખી તરીકે ઓળખાય છે તે કરડવાથી ફેલાય છે અને આ માખી કાચા અને લીંપણ વાળા મકાનોની દિવાલોની અંદર કે બહારની તિરાડમાં રહે છે અને અંધારિયો, હવા ઉજાસ વગરનો રૂમ હોય તેમાં પેદા થાય છે.ત્યારે સ્થાનિક રહીશોએ અનેક વખત રજુઆત કરી હોવા છતાં અને મોહરમ પર્વના તહેવારોમાં પણ સાફસફાઈની કાર્યવાહી કરવામાં આવી નથી તેવું સ્થાનિક રહીશોએ જણાવ્યું હતુ જેથી ભારે આક્રોશ વ્યક્ત કરી આજરોજ લેખીતમાં પાંચ લોકોની સહીં સાથે રજુઆત કરી છે ત્યારે બીજી બાજુ ચાંદીપુરા વાઇરસનો ખતરો છે ત્યારે ભડીયાદરા પીરની દરગાહ પાસે નગરપાલિકાની પાણીની ટાંકી નીચે ભારે ગંદકી છે ત્યારે મચ્છર ઉપદ્રવનું કારખાનું હોય તેવો નજારો સામે આવેલ છે જેથી કરીને મચ્છરનો ઉપદ્રવ અટકે તેના માટે જવાબદાર તંત્ર સ્થળની મુલાકાત લઇ દવાનું છંટકાવ કરાવી ગંદકી દૂર કરવા માટે ત્વરીત કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સ્થાનિક રહેવાસીઓ દ્વારા કરવામાં આવી છે.

Back to top button
error: Content is protected !!