કેળવણી એટલે ઊંડાણ પૂર્વકનું સાચું અને સચોટ જ્ઞાન.
કેળવણી શબ્દ આમ તો ખૂબ જ સુંદર છે પણ આજનાં માનવી આ શબ્દનો વધુ પડતો દૂર ઉપયોગ કરે છે.આજની જનરેશનના માતા પિતા બાળકને નાની ઉંમરમાં જ પ્લે હાઉસમાં મોકલી દે છે અને પ્લે હાઉસનો મતલબ રમતનું ઘર એવો થાય છે પણ તેની બદલે આજકાલના માણસો નાની એવી ઉંમરમાં બાળકને સાચવવું ના પડે એટલે પ્લે હાઉસમાં મોકલી દે છે પણ બાળકને સાચી કેળવણી તો માતા પિતા તરફથી જ મળવી જોઈ નહીં કે આવા પ્લે હાઉસમાંથી.
માતા પિતા બંનેની ફરજ છે કે તે પોતાના બાળકને સારા સંસ્કારો આપે અને સારા અને ખરાબ વચ્ચેનો ભેદ સમજાવે જે નાની ઉંમરમાં જ આપી શકાય છે.
પરંતુ માતા પિતા બંને પોતાના કામમાં એટલા વ્યસ્ત હોય છે કે તેમની પાસે ખુદના બાળક માટે જ સમય નથી હોતો એટલે બાળકને બહુ નાની ઉંમરમાં ભણતરનો ભાર સોંપી દેવામાં આવે છે અને નાના એવા બાળકને ઘણાં બધાં પુસ્તકોનો ભાર ઉઠાવવો પડે છે.
માતા પિતા બાળકને નાનપણથી જ ડોક્ટર, એન્જિનિયર, વકીલ બનાવવા ઇચ્છે છે,પણ બધા એક જ વ્યવસાયમાં આગળ આવે તે જરૂરી નથી હોતું.બધાનો મગજ અલગ અલગ વિચારો ધરાવે છે તો બાળકને એની મરજી મુજબ જે બનવું હોય તે બનવાની સ્વતંત્રતા આપવી જોઈએ તો જ તે આગળ વધી શકે.
કેળવણી એટલે કક્કો શીખીને બેસી રહેવું એમ નહીં. પણ કેળવણી એટલે આપણા હકો શું છે તે જાણવું. હકોની સાથે આપણી જવાબદારી તથા ફરજ શી છે તે સમજવું.
કેળવણી વિશે ગાંધીજીનાં શબ્દો યાદ આવી ગયા જેમાં તેમને કહ્યું હતું કે ,
” નઠારા અક્ષર એ અધૂરી કેળવણીની નિશાની છે”
કેળવણી એટલે ભણવું નહીં પણ કેળવણી એટલે ઊંડાણ પૂર્વકનું સાચું અને સચોટ જ્ઞાન.કેળવણી એટલે માણસની અંદર સારા સંસ્કારોનું સિંચન થવું તે.
“તારામાં આવે સાચી કેળવણી.
તેમાં ના હોય કોઈ જ મેળવણી.”
❣️❣️❣️ “Rup”