
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – નખત્રાણા કચ્છ.
નખત્રાણા,તા-૨૪ જુલાઈ : BIS (બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડસ) હેઠળ ચાલતી સ્ટાન્ડર્ડ ક્લબ દ્વારા સારસ્વતમ્ સંચાલિત પુંજાભાઈ આણંદજી હાઇસ્કૂલ, નિરોણા ના વિદ્યાર્થીઓમાં ટેકનિકલ જ્ઞાન વિકસે અને ઇન્ડસ્ટ્રીની કામગીરીથી પરિચિત થાય એ ઉમદા હેતુથી માન ઇન્ડસ્ટ્રીઝ, અંજારની મુલાકાત લેવામાં આવેલ હતી. જેમા શાળાના 20 વિધાર્થીઓ જોડાયેલ હતા. આ મુલાકાતનુ સમગ્ર આયોજન BIS દ્વારા કરવામાં આવેલ હતું. સૌ પ્રથમ માન ઇન્ડસ્ટ્રીઝ, એચ.આર. ડિપાર્ટમેન્ટના હેડ રાજેન્દ્રસિંહ ઝાલા દ્વારા સ્ટાન્ડર્ડ ક્લબ ઓફિસર કિશનભાઇ પટેલ, સાથી શિક્ષક રમેશભાઈ ડાભી તેમજ તમામ વિદ્યાર્થીઓનું મોમેન્ટો દ્વારા ઉષ્માભેર સ્વાગત કરેલ હતું. ત્યારબાદ સુપરવાઇઝર હિરેનભાઈ જરૂ દ્વારા વિડીયો મારફતે વિદ્યાર્થીઓને કંપની વિષયક માહિતીની સાથે સાથે કંપનીની મુલાકાત દરમિયાન રાખવામાં આવતી સાવચેતી અંગે પણ માર્ગદર્શન આપવામાં આવેલ હતું. ત્યારબાદ સચિનભાઈ અગ્રવાલ દ્વારા વિદ્યાર્થીઓને કંપનીના પ્લાન્ટની પ્રત્યક્ષ મુલાકાત કરાવી તેમને કંપની દ્વારા બનાવવામાં આવતા પાઇપ વિશે સમજૂતી આપેલ હતી અને વિદ્યાર્થીઓને આગના પ્રકારો વિશે સમજૂતી આપી તેને બુજવવા માટે ઉપયોગમાં લેવાતા અગ્નિશામકની પણ સમજૂતી આપેલ હતી. વિદ્યાર્થીઓને પ્રત્યક્ષ અગ્નિશામકનો ઉપયોગ કરતા નિદર્શન દ્વારા શીખવવામાં આવેલ હતું. BIS ઓફિસર પ્રિન્સ અવિનાશભાઈ દ્વારા મુલાકાત લેનાર તમામ શિક્ષકો અને વિદ્યાર્થીઓ માટે અલ્પાહાર તેમજ ભોજનની વ્યવસ્થા કરવામાં આવેલ હતી. મુલાકાત લેનાર તમામ વિદ્યાર્થીઓને માન ઇન્ડસ્ટ્રીઝ દ્વારા મોમેન્ટો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. સમગ્ર મુલાકાતનું આયોજન શાળાના આચાર્ય શ્રી ડૉ.વી.એમ. ચૌધરી સાહેબના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું.





