
અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
મોડાસા શહેરમાં નાલંદા સોસાયટીની જોડતો કેનાલ ઉપર સિંચાઇ વિભાગ દ્વારા બનાવેલ ગરનાળુ હલકી ગુણવત્તાનું, માત્ર 6 મહિનામાં સળિયા બહાર આવી ગયા
અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસા શહેરમાં નાલંદા સોસાયટીની જોડતો કેનાલ ઉપર સિંચાઇ વિભાગ દ્વારા ગરનાળુ બનાવવામાં આવ્યું છે તે હલકી ગુણવત્તા કક્ષાની બનાવેલ હોવાના કારણે લોકોમાં રોષ ફેલાયો છે
મોડાસાના માલપુર રોડ ઉપર આવેલ સિંચાઈ ખાતા દ્વારા માજુમ ડેમની કેનાલ પસાર થાય છે જેના ઉપર છ માસ અગાઉ સિંચાઇ વિભાગ દ્વારા એક ગરનાળુ બનાવવામાં આવ્યું છે કોન્ટ્રાક્ટર દ્વારા તે ગરનાળાની ગુણવત્તા કેટલી હલકી ક્વોલિટીની કામગીરી કરાઇ છે તે છ માસમાં આ ગરનાળાના ઉપર નીકળી ગયેલ સળિયા સાબિત કરી બતાવે છે.હલકી કક્ષાની ગરનાળા પર સળિયા બહાર નીકળી ગયા હોવાથી રાહદારીઓ, વાહન ચાલકો અને ટ્યુશન ક્લાસીસ અથવા સ્કૂલમાં જતા બાળકો જાનના જોખમે આ ઘરનાળુ ગભરાતા ગભરાતા ક્રોસ કરે છે. જ્યારે વય વૃદ્ધિના લોકો સવારે આ માર્ગ ઉપર ચાલવા નીકળે ત્યારે પણ પગમાં સળિયા ભરાઈ જતા કેટલાને પણ જાનહાનિ થઈ છે. ત્યારે કોઈ મોટી જાનહાની ન થાય તેના માટે આ સોસાયટીના જાગૃત નાગરિકોએ વારંવાર રજૂઆત કરવા છતાં આ સરકારી બાબુઓના અધિકારીઓના બહેરા કાને અવાજ ન પડતા મીડિયાનો સહારો લીધો હતો
જાગૃત નાગરિકો દ્વારા એવું જણાવી રહ્યા છે કે વારંવાર અધિકારીઓને ગરનાળા બાબતે રજૂઆત કરતા કોઈપણ અધિકારીને કાને આ વાત સંભળાતી નથી ત્યારે મિડીયા સામે સોસાયટી રહીશોએ એવું જણાવી રહ્યા છે કે આના માટે અમારે ઉપર રજૂઆત કરવી હોય તો કોને કરવી તે એક મોટો પ્રશ્ન બની ગયો છે.એટલે આ ગરનાળામાં ભ્રષ્ટાચાર થયો હોવાની લોકો કહી રહ્યા હતા
ગરનાળા જિ કામગીરી અંગે અધિકારીઓને સવાલ પૂછવા જતા અધિકારીઓ તેમની ખુરશીમાં બેસી ભડકી ગયા હતા અને અધતન જવાબ આપતા તેવું કહી રહ્યા હતા કે આ કામ હજુ બાકી છે તેના કારણે કામ બાકી હશે જેને સળિયા અને માલ રસ્તા ઉપરથી ઉખડી ગયા છે. તો જો કામ બાકી હોય તો આ સાત ફૂટનું ગરનાળું છ મહિના અગાઉ નાગરિકો માટે કેમ ખુલ્લું મૂકી દેવામાં આવ્યું છે તે એક સવાલ ઊભો થયો છે.ત્યારે લોકોએ મીડિયા સામે હજુ વરસાદ પણ મોડાસામાં વર્ષો નથી ત્યાં તો આ તંત્રની પોલ ખુલી છે.





