GUJARATHALOLPANCHMAHAL

હાલોલ પંથકમા મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી,યમુના કેનાલના પાણી ઉભરાઈ જતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં,સાંજ સુધીમાં 4 ઇંચ વરસાદ નોંધાયો 

 

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૨૪.૭.૨૦૨૪

હાલોલ પંથકમાં આજે વહેલી સવારથી સતત વરસી રહેલા મેઘરાજાએ સર્વત્ર પાણી પાણી કરી દેતા અનેક લોકો પરેશાન થયા છે.જ્યારે ઘણા દિવસના વિરામ બાદ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થતાં આજે સાંજ સુધીમાં 4 વરસાદ નોધાયો છે.જ્યારે વરસેલા વરસાદ ના પાવાગઢ ઉપરવાસ ના પાણી વિશ્વામિત્રી કાંસ ના કોતર માંથી યમુના કેનાલ મારફતે હાલોલ મધ્યમાં આવેલા તળાવ માં ઠલવાય છે.જ્યાં કચરો જમા થતા પાણી ઉભરાઈ નગરના નીચા વિસ્તારોમાં ફરી વળ્યા હતા,તો હાલોલ જ્યોતિ સર્કલ થી પાવાગઢ તરફનનો ગોપીપુરા ચોકડી પાસે નો રોડ કૃત્રિમ તળાવ માં ફેરકવાઈ ગયો છે.ચોમાસામાં વરસતા વરસાદ ના પાવાગઢ ઉપરવાસ ના પાણી થી હાલોલ નું તળાવ ભરવા માટે વિશ્વામિત્રી કાંસ માંથી બનાવવમાં આવેલી યમુના કેનાલ ઉપર બાદશાહ બાવા ની દરગાહ પાસે પાણી અવરોધી તળાવ માં લાવવાની વ્યવસ્થા કરવામાં આવી છે,વર્ષો જૂની આ વ્યવસ્થા માં નિયમિત રીતે યમુના કેનાલ સાફસફાઈ કરવાની કામગીરી નગરપાલિકા દ્વારા કરવામાં આવતી હતી પરંતુ બે વર્ષથી યમુના કેનાલ ની સાફ-સફાઈ ના અભાવે પાવાગઢ ઉપરવાસમાં વરસેલા વરસાદના પાણી આ નહેર મારફતે હાલોલના તળાવ માં પહોંચે તે પહેલાં વ્યાપક પ્રમાણમાં કચરો અને ગંદકી પાણી નો પ્રવાહ અટકાવી દેતા આજે વરસેલા વરસાદ ના પાણી ઉભરાઈ નગરના નીચા રેકડી, કસ્બા વિસ્તાર માં ફરી વળ્યાં હતા.જોકે નગરપાલિકાએ તાત્કાલિક જેસીબી મોકલી યમુના કેનાલના કચરાને સાફ કરી પાણીના પ્રવાહ ને તળાવ તરફ જતો કરતા લોકો ને રાહત થઈ હતી.હાલોલ ના જ્યોતિ સર્કલ થી પાવાગઢ તરફનો નેશનલ હાઇવે તળાવ માં ફેરવાઈ ગયો હોય તેવી સ્થિતિ માં વાહન ચાલકો પોતાના વાહનો લઈ પસાર થઈ રહ્યા છે, રોડ ની બંને તરફ ભરાયેલા પાણી નો નિકાલ ખૂબ જ ધીમો હોવાથી કેટલાક વાહન ચાલકો પોતાના વાહનો ઉભા કરી દીધા હતા.જ્યારે હાલોલ ના શાકમાર્કેટ ના નીચા વિસ્તારો માં પણ પાણી ભરાતા બજારો સુમસામ બની ગયા હતા.જ્યારે આજે વરસેલા વરસાદને લઈને નગરમાં ચાલતી ભૂગર્ભ ગટર યોજના ને લઇ ખોદવામાં આવેલા ખાડામાં ઇજારદાર દ્વારા પૂરતા પ્રમાણમાં પુરાણ નહિ કરતા કેટલીક જગ્યાએ સમ મોટા ગાબડા પડી ગયા છે જ્યારે કેટલીક જગ્યાએ વાહન ફસાઈ જવાના બનાવો બન્યા હતા.

Oplus_131072

Back to top button
error: Content is protected !!