GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: રાજકોટ પ્રાદેશિક માહિતી કચેરી ખાતે સહાયક માહિતી નિયામકશ્રી રાધિકા વ્યાસ તથા સિનિયર સબ એડિટરશ્રી જિતેન્દ્ર નિમાવતને હુંફાળો આવકાર અપાયો

તા.૨૪/૭/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

Rajkot: રાજકોટ પ્રાદેશિક માહિતી કચેરી ખાતે નાયબ માહિતી નિયામકશ્રી પ્રશાંતભાઈ ત્રિવેદીના અધ્યક્ષસ્થાને સહાયક માહિતી નિયામકશ્રી રાધિકાબેન વ્યાસ તથા સિનિયર સબ એડિટરશ્રી જિતેન્દ્રભાઈ નિમાવતનો અભિવાદન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં તેઓને પુષ્પગુચ્છ આપીને હુંફાળો આવકાર આપવામાં આવ્યો હતો.

આ તકે નાયબ માહિતી નિયામકશ્રી પ્રશાંતભાઈ ત્રિવેદીએ જણાવ્યું હતું કે શ્રી રાધિકાબેન અને શ્રી જિતેન્દ્રભાઈની જે-તે જિલ્લામાં સરાહનીય કામગીરી રહી છે, હવે તેમના અનુભવનો લાભ રાજકોટ કચેરીને મળનાર છે. ત્યારે બંને મિત્રોની આગામી સફર સુખદ રહે, તેવી શુભેરછા પાઠવું છું. શ્રી રાધિકાબેનએ આ પ્રસંગે જણાવ્યું હતું કે વર્ષ ૨૦૧૯-‘૨૦માં ફેલો તરીકે આ કચેરીમાં ફરજ નિભાવ્યા બાદ ફરી વાર અહીં ફરજ નિભાવવાની તક મળી હોવાની ખુશી છે. જ્યારે શ્રી જિતેન્દ્રભાઈએ કહ્યું હતું કે આ કચેરીમાં અધિકારીઓના માર્ગદર્શનમાં અને સાથી કર્મચારીઓના સહકારથી અનુભવમાં વધારો થશે, જે આનંદની વાત છે.

નોંધનીય છે કે શ્રી રાધિકાબેન વ્યાસએ બોટાદ કચેરી ખાતે સહાયક માહિતી નિયામક તરીકે બે વર્ષ સુપેરે ફરજ નિભાવી છે. તેમજ શ્રી જિતેન્દ્રભાઈ નિમાવતએ પોરબંદર કચેરી ખાતે પાંચ વર્ષ માહિતી મદદનીશ તરીકે કામગીરી કર્યા બાદ હાલ સિનિયર સબ એડિટર તરીકે રાજકોટ કચેરી ખાતે બઢતી મેળવી છે. જે બદલ સર્વે અધિકારીઓ અને કર્મચારીઓએ તેમને અભિનંદન પાઠવ્યા હતા. આ કાર્યક્રમનું સંચાલન કેમેરા ઓપરેટરશ્રી કેતનભાઈ દવે એ કર્યું હતું. આ પ્રસંગે સહાયક માહિતી નિયામકશ્રીઓ સોનલબેન જોશીપુરા અને પ્રિયંકાબેન પરમાર તથા નયાબ કાર્યપાલક ઇજનેરશ્રી નીલેશ વાઘેલા સહિત કચેરીનો સમગ્ર સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.

Back to top button
error: Content is protected !!