GUJARATHALVADMORBIMORBI CITY / TALUKO

Halvad:હળવદના ડુંગરપુર ગામે તીનપત્તીનો જુગાર રમતા ત્રણ શખ્સો ઝડપાયા 

 

Halvad:હળવદના ડુંગરપુર ગામે તીનપત્તીનો જુગાર રમતા ત્રણ શખ્સો ઝડપાયા

 

રીપોર્ટ વિશાલ જયસ્વાલ હળવદ

હળવદ પોલીસે પૂર્વ બાતમીને આધારે ગઈકાલે ડુંગરપુર ગામે જુગારની રેઇડ કરી હતી જેમાં તીનપત્તીના જુગાર રમતા ત્રણને ઝડપી લેવામાં આવ્યા હતા, જ્યારે દરોડા દરમિયાન છ જુગારી નાસી ભાગી ગયા હતા જેથી તેને ફરાર જાહેર કરી કુલ નવ આરોપીઓ સામે જુગરધારા હેઠળ ગુનો નોંધી ફરાર આરોપીઓને ઝડપી લેવા તપાસ ચલાવી છે.

મળતી માહિતી અનુસાર હળવદ પોલીસને બાતમી મળેલ કે તાલુકાના ડુંગરપુર ગામે આવેલ મંદિર સામેના ચોગાનમાં અમુક શખ્સો જુગાર રમતા હોવાની ચોક્કસ બાતમીને આધારે રેઇડ કરતા તીનપત્તીનો જુગાર રમી રહેલા શખ્સોમાં નાસભાગ મચી ગયી હતી. ત્યારે પોલીસે મનસુખભાઇ શીવાભાઇ સારલા ઉવ.૩૦ હાલ રહે. ડુંગરપુર ગામ મુળરહે-સરતાનપર તા.જી-મોરબી, રણજીતભાઇ હેમુભાઇ ફીસડીયા ઉવ.૨૨ રહે. ડુંગરપુર ગામ, શાંતીલાલ મગાભાઇ મારૂણીયા ઉવ.૪૨ રહે. ડુંગરપુર ગામવાળાને ઝડપી લેવામાં આવ્યા હતા તેમની પાસેથી કુલ રોકડા રૂ.૮,૧૦૦/-કબ્જે કર્યા હતા. બીજીબાજુ પોલીસના દરોડા દરમિયાન આરોપીઓ રણજીતભાઇ ડાયાભાઇ વિઠલાપરા, કાળુભાઇ હેમુભાઇ ફીસડીયા, વિક્રમભાઇ ગણેશભાઇ મારૂણીયા, રમેશભાઇ પ્રભુભાઇ વિઠલાપરા, મસાભાઇ ભાવુભાઇ આકરીયા અનિલ ગોરધનભાઇ મારૂણીયા તમામરહે-ડુંગરપુર નાસી ભાગી ગયા હતા, જેથી તમામને ફરાર દર્શાવી કુલ પકડાયેલ ત્રણ તથા ભાગી છૂટેલા છ સહિત નવ આરોપીઓ સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!