આદર્શ સાયન્સ, આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, વિસનગર ખાતે “ગુરુપૂર્ણિમા દિન” ઉજવાયેલ
શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ, વિસનગર સંચાલિત શ્રી આદર્શ સાયન્સ, આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, વિસનગર ખાતે ગુરુપૂર્ણિમા દિનની ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગની શુભ શરૂઆત પ્રાર્થના સાથે દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી. પ્રસંગે પ્રિન્સિપાલ દ્વારા ગુરુ-પૂર્ણિમા વિશે પ્રાસંગિક ઉદ્દબોધન કરી ગુરૂ-શિષ્યના સંબંધને ઉજાગર કરવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓ દ્વારા પણ ગુરુ-શિષ્યના આદિ-અનાદિથી ચાલ્યા આવતા પવિત્ર સંબંધો વિષે વક્તવ્ય તથા ભજન રજૂ કરવામાં આવ્યાં હતાં. આ સાથે કોલેજમાં નવીન પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓને આવકારીને કોલેજની વાર્ષિક રૂપરેખા રજૂ કરતો વિડીયો પ્રસ્તુત કરી આદર્શ સાયન્સ, આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજની વિકાસ ગાથાથી વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા હતા. સાથે સાથે કાર્યક્રમમાં ભાગ લીધેલ તમામ વિદ્યાર્થીઓને ઈનામ આપી પ્રોત્સાહિત પણ કરવામાં આવ્યા હતા.અંતમાં વિદ્યાર્થીઓને ઉજ્જવળ કારકિર્દીના શુભાશિષ આપી વિદ્યાર્થીઓને ચોકલેટથી મોં મીઠું કરાવ્યું હતું. આમ સમગ્ર સ્ટાફ મિત્રોના સહયોગથી કાર્યક્રમનું સુચારુ આયોજન થયું હતું.