GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

બે બાળકો સાથે પિયરમાં જવા નીકળેલ મહિલા ભૂલા પડી જતાં બાળકો તેમજ મહિલાને પરિવાર સાથે મિલન કરાવતી અભયમ ટીમ

 

તારીખ ૨૪/૦૭/૨૦૨૪

સાજીદ વાઘેલા કાલોલ 

પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના સીટી વિસ્તારમાંથી જાગૃત વ્યક્તિ દ્વારા ૧૮૧ મહિલા ગોધરા હેલ્પલાઇનમાં કોલ કરીને જણાવેલ કે રસ્તા ઉપર એક મહિલા બે બાળકો લઈને ઊંઘી રહ્યા છે તેમની મદદ માટે ૧૮૧ પર જાણ કરેલ.અભયમ ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી થર્ડ પાર્ટી સાથે વાતચીત કરતા તેમને જણાવ્યું કે તેઓ રસ્તા પરથી જતા હતા ત્યારે મહિલા બે બાળકો લઈને રોડ ની ડિવાઇડર પર ઊંઘતા હતા. જેથી મહિલા ને ત્યાંથી ઉઠાડી સાઇડ માં ઉરક્ષિત જગ્યા પર બેસાડ્યા અને પૂછપરછ કરી પરંતુ તે કોઈ સરખો જવાબ આપતા ન હતા ૧૮૧ ટીમ દ્વારા મહિલા સાથે વાતચીત કરતાં તેમણે જણાવ્યું કે તેઓ બજાર આવ્યા હતા અને તેમને સંતાનમાં પાંચ બાળકો છે જેમાંથી બે બાળકો સાથે લઈને એકલા આવ્યા હતા.તેમનું પિયર ગોધરા તાલુકાના નજીકના જ ગામમાં છે મહિલા નું સફળ કાઉન્સિલિંગ કરતા મહિલા એ તેમનું નામ સરનામું અને તેમજ પરિવારના સભ્યો ના નામ જાણાવ્યા. મહિલાએ જણાવેલ સરનામાં પર જઈ શોધખોળ કરી.તેમના પરિવાર નો સંપર્ક કર્યો અને મહિલા તેમજ બે બાળકોને તેમના પતિને સોંપ્યા.આમ ૧૮૧ ટીમ દ્વારા બે બાળકો અને મહિલાનું પરિવાર સાથે મિલન કરાવ્યું.

Back to top button
error: Content is protected !!