GUJARATJAMNAGARJAMNAGAR CITY/ TALUKO

રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ-જામનગર દ્વારા ગુરૂ વંદના

 

રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ-જામનગર દ્વારા ગુરૂ વંદના

જામનગર (નયના દવે)

અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાતના માર્ગદર્શન મુજબ તેમજ આપણા સંગઠની કાર્યપદ્ધતિ, પરંપરા અનુસાર દર વર્ષે ગુરુ પૂર્ણિમા નિમિત્તે ગુરુ વંદન કાર્યક્રમ. ઉજવવનો થાય છે. જે અન્વયે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ જામનગર જિલ્લો તથા જામનગર શહેરનો સંયુક્ત ઉપક્રમે *ગુરુ વંદન* કાર્યક્રમ, તારીખ:- 23 /7/ 2024 મંગળવારના રોજ સાંજે 7:30 કલાકે, ડૉ. હેડગેવાર ભવન હાલાર હાઉસ પાસે, જામનગર ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમમાં જામનગર શહેરના ખીજડા મંદિર, નવતનપુરી ધામના પૂજનીય મહંતશ્રી શ્રી1008 શ્રીકૃષ્ણમણી મહારાજશ્રી ઉપસ્થિત રહ્યા હતાં. પૂજનીય મહંતશ્રી દ્વારા દીપ પ્રાગટ્યથી કાર્યક્રમ શરૂઆત કરવામાં આવી, ત્યારબાદ જિલ્લાના અધ્યક્ષ રવીન્દ્રકુમાર પાલ દ્વારા શ્રદ્ધેય મંહતશ્રી કૃષ્ણમણી મહારાજશ્રીને ફુલહાર પહેરાવી આવકારવામાં આવેલ. તેમજ જિલ્લાના મંત્રી નાથાભાઈ કરમુરે મોમેન્ટ આપી તથા શહેરના મંત્રીશ્રી જગદીશભાઈ સરડવાએ પુસ્તક આપી મંહતશ્રીનું સ્વાગત કરવામાં આવેલ. ત્યારબાદ જિલ્લાના અધ્યક્ષશ્રી રવીન્દ્રકુમાર પાલ દ્વારા શાબ્દિક સ્વાગત પ્રવચન કર્યું. ત્યારબાદ કાર્યક્રમના મુખ્ય વક્તાશ્રી નવતનપુરી ધામના પૂજનીય મહંતશ્રી શ્રી1008 શ્રીકૃષ્ણમણી મહારાજશ્રી દ્વારા ઉપસ્થિત રહેલ તમામ શિક્ષક ભાઈઓ બહેનો, શુભચિંતકોને તેમની પાવન વાણીથી આશીર્વાદ વચન આપેલ. અને ગુરુની મહિમા અને આપણું આદર્શ જીવન આદર્શમય બની રહે વગેરે બાબતોનું પ્રેરણાદાયી માર્ગદર્શન આપ્યું.આમ સૌને સાધુ આશીર્વાદ આપી કાર્યક્રમને પાવન કરેલ. અને ગુરુપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી. આ ગુરુ વંદન કાર્યક્રમમાં શહેરના અધ્યક્ષ મનનલાલ વરમોરા, સંગઠનમંત્રી રામગોપાલભાઈ મિશ્રા, મહિલા ઉપાધ્યક્ષ મોતીબેન કારેથા, જિલ્લાના વરિષ્ઠ ઉપાધ્યક્ષ મહેશભાઈ કરંગીયા, જિલ્લાના કોષાધ્યક્ષ માધવજીભાઈ ચાવડા, જિલ્લા પ્રચારમંત્રી ડોક્ટર ભાવેશભાઈ વ્યાસ, જિલ્લાના આંતરિક ઓડિટર તથા લાલપુર તાલુકાના અધ્યક્ષ ધનજીભાઈ બાંભવા જામનગર તાલુકાના સંગઠનમંત્રી વિવેકભાઈ શીલુ, શહેરના ઉપાધ્યક્ષ મેરામણભાઇ કારેથા, રમેશભાઈ જાંબુસા, ભાવેશભાઈ ટાંક, પ્રીતિબેન જગડ, હેમાંગનીબેન દવે, ભારતીબેન, પૂર્વીબેન પરમાર તથા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વ્રજલાલભાઈ પાઠકજી, કમલભાઈ દવે, રાજભાઈ શીશાંગીયા , જયેશભાઈ તન્ના વગેરે હોદ્દેદાર મિત્રોએ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી, આ કાર્યક્રમને દિપાવવા માટે શહેરના કાર્યાલય મંત્રીશ્રી દિપકભાઈ પાગડા દ્વારા કાર્યક્રમનું સુંદર સંચાલન કરવામાં આવેલ. તેમજ આભાર વિધિ શહેરના મંત્રીશ્રી જગદીશભાઈ સરડવાએ કરી હતી તેમજ જામનગર જિલ્લા, તાલુકાના અને શહેરના હોદ્દેદારો તથા શિક્ષક ભાઇઓ બહેનો, શુભચિંતકો. દાયિત્વવાન મિત્રોએ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવેલ હતો.. કાર્યક્રમને અંતે સૌએ સુરુચિ ભોજન લઈ કાર્યક્રમને વિરામ આપેલ હતો

Back to top button
error: Content is protected !!