વરસાદી માહોલ અને ધુમ્મસિયા વાતાવરણનાં પગલે સાપુતારા ખાતે આદિજાતિ મોરચાની વિસ્તૃત બેઠકમાં CM ઉપસ્થિત રહી શક્યા નહીં…
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
ગિરિમથક સાપુતારાનાં રમણીય વાતાવરણમાં ગુજરાત ભાજપનાં પ્રદેશ આદિજાતિ મોરચાની કારોબારી બેઠક યોજાઇ હતી જેમાં વરસાદી માહોલ અને ધુમ્મસિયા વાતાવરણનાં પગલે આદિજાતિ મોરચાની વિસ્તૃત બેઠકમાં CM ઉપસ્થિત રહી શક્યા ન હતાં. ડાંગ જિલ્લાનાં ગિરીમથક સાપુતારાનાં સ્પોટર્સ કોમ્પલેક્ષ ખાતે આદિજાતી મોરચા ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશની બે દિવસીય કારોબારી બેઠક યોજવામાં આવી હતી.આ બે દિવસીય વિસ્તૃત બેઠક આદિજાતિ મોરચાના પ્રદેશ અધ્યક્ષ અર્જુનભાઈ ચૌધરીની અધ્યક્ષતામાં યોજાઈ હતી.જે બેઠકમાં આદિજાતિ રાષ્ટ્રીય અધ્યક્ષ સમીર ઓરાવજીની પ્રેરક ઉપસ્થિત જોવા મળી હતી.આ આદિજાતિની કારોબારી બેઠકમાં આદિવાસીઓમાં સિકલ સેલ એનિમિયાના રોગ અંગેની જાગૃતિ, કેન્દ્ર/ રાજય સરકારની યોજનાઓ/ સિધ્ધિઓ, આદિવાસી સમાજનો સાંસ્કૃતિક વારસો- સંવર્ધન, સંગઠનાત્મક/ ચૂંટણીલક્ષી ચર્ચા ,આદિવાસી સમાજના પડકારો-સાંપ્રત પરિસ્થિતિ જેવા વિષયો પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.અહી ઉપસ્થિત ડેલીગેટ આગેવાનોએ ગુજરાતમાં વસવાટ કરતા આદિવાસી જનજીવનનાં સાંસ્કૃતિક વારસા, રહેણીકરણી, વિકાસ સહિત અનેક બાબતો પર ચર્ચા કરી સમાજનું જીવન ધોરણ ઉંચુ રહે તે માટે પ્રયત્નો કરવામાં આવશેનું જણાવ્યુ હતુ.તેમજ આદિવાસી સમાજમાં ઘરે ઘરે સરકારની યોજનાઓ પોહચાડી વિકાસનું સૂત્ર સાર્થક કરવા આહવાન કરાયુ હતુ.આ બેઠકમાં આદિજાતિ મોરચાના રાષ્ટ્રીય પ્રદેશ અધ્યક્ષ અર્જુનભાઈ ચૌધરી,ગુજરાત આદિજાતિ પ્રદેશ મહામંત્રી પિયુષભાઈ પટેલ,ગુજરાત રાજ્યનાં આદિજાતિ મંત્રી કુંવરજીભાઈ હળપતિ, નાયબ મુખ્ય દંડક અને ડાંગ ધારાસભ્ય વિજયભાઈ પટેલ,બારડોલીનાં સાંસદ પરભુભાઈ વસાવા, સુમુલ ડેરીનાં ચેરમેન માનસિંગભાઈ પટેલ ,પૂર્વ કેબિનેટ મંત્રી અને હાલમાં માંગરોળનાં ધારાસભ્ય ગણપતભાઈ વસાવા, નિમિષાબેન સુથાર,નરેશભાઈ પટેલ, જીતુભાઈ ચૌધરી, પ્રદેશ ઉપાધ્યક્ષ અને મોરચાના પ્રભારી જનકભાઈ બગદાણા, ડાંગ જિલ્લા સંગઠન પ્રભારી રાજેશ દેસાઈ,ડાંગ જિલ્લા ભાજપા પાર્ટી પ્રમુખ કિશોરભાઈ ગાવીત,ડાંગ જિ.પંનાં પ્રમુખ નિર્મળાબેન ગાઈન,મહામંત્રીઓમાં રાજેશભાઈ ગામીત,હરિરામ સાંવત,દિનેશભાઇ ભોયે,ગુજરાત ભાજપા આદિજાતિ પ્રદેશ મોરચાના હોદ્દેદારો,ધારાસભ્યો, સંગઠન પ્રમુખો, તથા ડાંગ જિલ્લા ભાજપના પદાધિકારીઓ અને અપેક્ષિત 300 જેટલા ડેલીગેટ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.ગિરિમથક સાપુતારા ખાતે આજરોજ વરસાદી માહોલ અને ગાઢ ધુમ્મસિયા વાતાવરણની સફેદ ચાદર ઓઢાઈ રહેતા ગુજરાત આદિજાતિ પ્રદેશ મોરચાની વિસ્તૃત બેઠકમાં મુખ્યમંત્રી ઉપસ્થિત રહી શક્યા ન હતા.