BHARUCHGUJARAT

ભારે વરસાદના કારણે ભરૂચ, હાંસોટ, આમોદ, જંબુસર અને વાલીયા તાલુકાના માર્ગ અને મકાન વિભાગ હસ્તકના ૦૭ જેટલા રસ્તાઓ બંધ કરાયા…

 

બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ

તા.૨૬/૦૭/૨૦૨૪

 

 

ભરૂચ જિલ્લામાં ભારે વરસાદના કારણે માર્ગ અને મકાન વિભાગ હસ્તકના 0૭ જેટલા રસ્તાઓ ઓવરટોપીંગ તકેદારીના ભાગરૂપે બંધ કરાયા છે. જે મુજબ વાલીયા તાલુકામાં આવેલા વાલીયા વાડી- રોડ, અને ભરૂચ તાલુકાના ભરૂચ –ટંકારીયા- પાલેજ રોડ,આમોદ તાલુકાના નાહિયેર- બુવા-કેરવાડા-વાગરા રોડ ડીડકટ: દાંડી રોડ, અને તણછા અનોર ઘમનાદ રોડ, જંબુસર તાલુકાના વેડચ પિલુદ્રા રોડ, અને લીમજ કરમાડ રામપુર રોડ તેમજ હાંસોટ તાલુકાના ઈલ્લાવ- સાહોલ- ખરચ- કોસંબા જેવા માર્ગો ઓવર ટોપીંગને કારણે હાલ ભારે વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે.

 

લોકો અન્ય રસ્તાઓનો ઉપયોગ કરી શકશે તેના વિકલ્પ રીતે ભારે વાહનો આ રોડ માટે સમાંતર આવેલ વાલિયાથી નેત્રંગ થી ચાસવડ- કવચીયા થઈ વાડી તરફ અને નાના વાહનોને હયાત મેજર બ્રિજ ઉપરથી ડાયવર્ટ કરવામાં આવેલ છે. જ્યારે વાલીયા – દેસાડ- સોડગામ-ગુંદીયા –પેટીયા- મૌઝા રોડને બંધ કરવામાં આવતા વૈકલ્પિક રસ્તાઓનો નાના વાહનોને દેસાડથી કરસાદ- પણસોલી -લુણા થઈ સોડગામ તરફ ડાયવર્ટ કરવામાં આવે છે.

 

વધુમાં, ભરૂચ તાલુકાના ભરૂચ- ટંકારીયા- પાલેજ- રોડ રોડના સ્થાને હિંગલા ચોકડીથી નબીપુર થઈ ભરૂચ તરફ, આમોદ તાલુકાના નાહિયર- બુવા-કેરવાડા -વાગરા રોડના સ્થાને ડીડકટ: દાંડી રોડના સ્થાને બુવાથી સમનીથી વાગરાના, તણછા અનોર ઘમનાદ રોડના સ્થાને તણછાથી- સમની -દોરા તરફ, જંબુસર તાલુકાના વેડચ- પિલુદ્રા રોડના સ્થાને જંબુસર -ગજેરા -કારેલી -રોડ અને લીમજ- કરમાડ- રામપુર રોડના સ્થાને લીમજ થી કાવા રસ્તાનો ઉપયોગ કરવાનો રહેશે. તેમ આર.એન.બી. વિભાગ દ્નારા જણાવવામાં આ

વ્યું છે.

Back to top button
error: Content is protected !!