
વિજાપુર તાલુકાના તાતોસણ ખાતે કિસાન ગોષ્ટી યોજાઈ
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકાના તાતોસણ ગામે પ્રાકૃતિક કૃષિ અભિયાન અંતર્ગત કિસાન ગોષ્ટી નો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સ્થાનિક પશુપાલક અને ખેડૂત ભાઈઓ -બહેનો રસ પૂર્વક સહભાગી બન્યા હતા.રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીનો પ્રાકૃતિક કૃષિ ઝુંબેશ અંતર્ગત ભાઈઓ સાથે બહેનો પણ જોડાય એવો આગ્રહ છે જેમાં તાતોસણની બહેનોએ પોતાની સહભાગીદારીતા ઉત્સાહથી નોંધાવી હતી. પ્રાકૃતિક કૃષિ ક્લસ્ટર બેઝ તાલીમ અંતર્ગત યોજાયેલી આ કિસાન ગોષ્ટીમાં અટલ ભુજલ યોજના ગ્રામ પંચાયત કક્ષાની તાલીમ પણ આ સાથે રાખવામાં આવી હતી. જેમાં કુવા રિચાર્જ કરવા વરસાદી પાણીનો સંગ્રહ કરવો વગેરે સમજાવવામાં આવ્યું હતું.બિટીએમ-બ્લોક ટેકનીકલ માસ્ટર જગદીશ ચૌધરી અને વિસ્તરણ અધિકારી વિપુલભાઈ પ્રજાપતિ તેમજ પટેલ રામાભાઈ શંકરભાઇ અને જિલ્લા સહ સંયોજક મનોજભાઈ પટેલ દ્વારા પ્રાકૃતિક ખેતી અને અટલ ભુજલ બાબતે માહિતી આપવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે પ્રાકૃતિક ખેતી અભિયાન અંતર્ગત કિસાનો પરસ્પર પ્રાકૃતિક ખેતી બાબતે પોતાના વિચારોની આપણે કરે તેમ જ નવા ઉપાયો સૂચવે અને પ્રાકૃતિક ખેતીમાં વધારે સુધારો થાય તે માટેના પ્રયત્નો કરતા હોય છે તેને કિસાન કહેવામાં આવે છે.


