GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીના રણછોડનગરના રહેણાંકમાંથી અલગ અલગ બ્રાન્ડ્સની વિદેશી દારૂની બોટલ મળી આવી.

 

MORBI:મોરબીના રણછોડનગરના રહેણાંકમાંથી અલગ અલગ બ્રાન્ડ્સની વિદેશી દારૂની બોટલ મળી આવી.

 

મોરબી ક્રાઇમ બ્રાંચ ટીમે પૂર્વ બાતમીને આધારે વીસીપરા રણછોડનગરમાં આવેલ રહેણાંકમાં દરોડો પાડી વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની ૩૪ બોટલ ઝડપી લેવામાં આવી છે. દરોડા દરમિયાન આરોપી હાજર નહીં મળી આવતા તેને શોધવા ચક્રો ગતિમાન કર્યા છે.

મળતી માહિતી મુજબ મોરબી લોકલ ક્રાઇમ બ્રાંચ પોલીસ ટીમને બાતમી મળેલ કે વીસીપરા રણછોડનગર પાણીના ટાંકા વાળી શેરીમાં આવેલ રહેણાંકમાં વેચાણ અર્થે વિદેશી દારૂનો જથ્થો રાખ્યો હોય જેથી તુરંત રહેણાંક મકાને રેઇડ કરતા વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની ૩૪ બોટલ કિ. રૂ.૧૦,૨૦૦/- મળી આવ્યો હતો. આ સાથે આરોપી રફીકભાઇ હૈદરભાઇ મોવર રહે.વીસીપરા રણછોડનગર પાણીના ટાંકાની સામેની શેરીમાં દરોડા દરમિયાન રહેણાંક મકાને હાજર મળી ન આવતા તેને ફરાર દર્શાવી મોરબી બી ડિવિઝન પોલીસ મથકમાં પ્રોહી. હેઠળ ગુનો નોંધી વધુ તપાસની તજવીજ હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!