કાલોલ વૈભવ લક્ષ્મી અને શિવ શક્તિ સોસાયટીના પ્રવેશ દ્વારે ભરાતા પાણી અને વીજળીની સમસ્યાઓને લઇ રજુઆત.
તારીખ ૨૬/૦૭/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ બોરું ટર્નિંગ પાસે આવેલી વૈભવ લક્ષ્મી સોસાયટી અને શિવ શક્તિ સોસાયટીના પ્રવેશ દ્વાર પાસે ખૂબ જ પાણી ભરાતા સોસાયટીમાંથી આવવા જવામાં સોસાયટીના રહીશોને વારંવાર મુશ્કેલીઓ પડી રહી છે. વાહનો લઈને જવામાં પણ મુશ્કેલી ઊભી થઈ રહી છે તેના કારણે બંને સોસાયટીના રહીશો ને ખૂબ જ મુશ્કેલી પડી રહી છે. શાળામાં જતાં નાના બાળકો,કર્મચારીઓ, સ્ત્રીઓ અને મોટી ઉંમરના વડીલોને આ પાણીમાંથી બહાર નીકળવામાં વારંવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે આથી નગરપાલિકાના જવાબદાર અધિકારી પદાધિકારીઓએ તાત્કાલિક પગલાં લઈને સોસાયટીના પ્રશ્નોને હલ કરવા સોસાયટીના લોકોની લાગણી અને માગણી છે. જ્યારે બીજી બાજુ મધ્ય ગુજરાત વીજ કંપની કાલોલ ઇજનેર ને લેખીત રજુઆતમાં જણાવ્યુ હતુ કે ચોમાસાના કારણે આ સોસાયટીઓમાં વીજળીના ધાધિયા ખૂબ જ વધી ગયા છે આખો દિવસ વીજળી આવજા કરે છે ઘણી વખત વીજળીના પાવર એકદમ ઘટી જાય છે અથવા તો એકદમ વધી જાય છે જેના કારણે સોસાયટીના ઇલેક્ટ્રોનિક ઉપકરણો ને વારંવાર નુકસાન થાય છે આથી આ સોસાયટીઓનો વીજ પુરવઠો વારંવાર વધઘટના થાય તે માટે પગલા લેવા માટે વકીલ હસમુખભાઇ મકવાણા દ્વારા ઉપરોકત બન્ને વિભાગમાં પોતાના લેટરપેડ સાથે લેખીત રજુઆત સાથે માગણી કરી છે.